ગુજરાત
News of Monday, 10th May 2021

રાજ્યમાં ૧પપ કેળવણી નિરીક્ષકોને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે બઢતી

સરકાર દ્વારા અપાયેલી બઢતી હંગામી ધોરણે વધારાના પે ગ્રેડ સાથે અપાઈ

ભુજ : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના દ્વારા મદદનીશ કેળવણી નિરીક્ષક વર્ગ-૩ માં ફરજ બજાવતા ૧પપ કર્મીઓને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકેની બઢતી આપવામાં આવી છે , જેમાં કચ્છના પાંચ તાલુકાઓમાં શિક્ષણાધિકારી નિમાયા છે , જે પૈકી રને સ્થાનિકેથી બઢતી મળી છે. જ્યારે ૩ બનાસકાંઠાથી બઢતી થઈને કચ્છમાં આવ્યા છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા જારી કરાયેલા હુકમમાં વર્ગ-૩ના કર્મીઓને વર્ગ-રમાં બઢતી સાથે બદલી કરાયા છે , જેમાં ૧પપ મદદનીશ કેળવણી નિરીક્ષકને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે બઢતી અપાઈ છે. આ બદલી બઢતીમાં કચ્છમાં જ ફરજ બજાવતા કમલેશભાઈ ભોજાભાઈ ખટારિયાને માંડવીના અને જીવણભાઈ જારીયાને નખત્રાણાના તાલુકા શિક્ષણાધિકારી બનાવાયા છે. આ ઉપરાંત બનાસકાંઠાથી બઢતી સાથે બદલી પામીને કચ્છ આવેલા ભગવાનભાઈ નાગજી ગુર્જરને ભચાઉ , કમલેશભાઈ મેઘરાજ રબારીને રાપર અને જયંતિભાઈ મોહનભાઈ પટેલને ભુજના ટીપીઈઓ તરીકે નિમણૂંક અપાઈ છે. સરકાર દ્વારા અપાયેલી બઢતી હંગામી ધોરણે વધારાના પે ગ્રેડ સાથે અપાઈ છે.

(12:49 am IST)