વડગામના રૂપાલ ગામે પત્નીને ઠપકો આપતાં પડોશીઓએ પતિને લોખંડના સળિયાથી ફટકાર્યો
ઘરકામ બાબતે ઠપકો આપતા પત્નીએ બુમાબુમ કરતા પાડોશીઓ વહારે પહોંચ્યા
વડગામ તાલુકાના રૂપાલ ગામે રહેતા શ્યામાપ્રસાદ જગદીશચંદ્ર ચતુર્વેદી ( શ્રીમાળી) એ ઘરકામ ને લઈ પોતાની પત્ની ને ઠપકો આપતા મહોલ્લામાં રહેતા એક મહિલા સહિત ત્રણ જણાએ શ્યામપ્રસાદ ને લોખંડના સળિયા તેમજ ધોકા થી ફટકારતાં પત્ની સહિત ચાર વિરુદ્ધ પીડિતે ફરિયાદ નોંધાવી હતી
પ્રાપ્ત વિગતો મુજબ વડગામ ના રૂપાલ ગામ માં રહેતા શ્યામપ્રસાદ ચતુર્વેદી ઘર કામ ને લઈ પત્ની પુષ્પાબેન ને ઠપકો આપતા પત્નીએ બુમાબુમ કરતા મહોલ્લામાં રહેતા પ્રવિણભાઈ ધર્માભાઈ શ્રીમાળી તેમનો પુત્ર આકાશ તેમજ પત્ની લીલાબેન ફરિયાદી ના પત્ની નું ઉપરાણું લઈ બીભત્સ ગાળો બોલી હતી દરમિયાન ફરિયાદી ની પત્ની પુષ્પાબેને આ ત્રણે ને ઉશ્કેરી પોતાના પતિ ને મારવા નું કહેતા આકાશે શ્યામપ્રસાદ ને માથા માં લોખંડ નો સળિયો તેમજ આકાશ ના પિતા એ ધોકા થી ફટકારતા પીડિત પતિ ને ૧૦૮ દ્રારા વડગામ સીએચસી માં સારવાર અર્થે ખસેડવા મા આવ્યો હતો દરમિયાન પીડિત પતિ એ મારમારનાર પ્રવિણભાઈ ધર્માંભાઈ શ્રીમાળી , આકાશ પ્રવીણભાઈ શ્રીમાળી , લીલાબેન પ્રવિણભાઈ શ્રીમાળી તેમજ પત્ની પુષ્પાબેન વિરુદ્ધ છાપી પોલીસ મથકે શનિવારે ફરિયાદ નોંધાવી હતી