ગુજરાત
News of Saturday, 11th May 2019

ગુન્હેગારો બેખોફ :રાણી બોર્ડર નજીક રોકવાનો પ્રયાસ કરતા બુટલેગરે ગાડી પીએસઆઇ ઉપર ચડાવી દીધી :ચાર ફ્રેક્ચર

પીએસઆઇ ચૌહાણના પગમાં ચાર ફ્રેક્ચર સહીત અન્ય ગંભીર ઇજાઓ

 

સાબરકાંઠા: ગુનેગારો બેખોફ બન્યા છે અને પોલીસ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે, સાબરકાંઠા જિલ્લામાં એક પીએસઆઇએ બુટલેગરને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જે જોતાં ઉશ્કેરાયેલા બુટલેગરે દારૂ ભરેલી ગાડી પીએસઆઇ પર ચડાવી દીધી હતી. જેમાં પીએસઆઈને ગંભીર ઇજા પહોંચી છે.

 

   મળતી માહિતી મુજબ રાણી બોર્ડર નજીક આ ઘટના બની હતી. વિજયનગરના પીએસઆઇ વાય. વાય. ચૌહાણે એક બુટલેગરને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જે જોતાં બુટલેગર ઉશ્કેરાયો હતો અને દારૂ ભરેલી ગાડી પીએસઆઇ ચૌહાણ પર ચડાવી દીધી હતી. જેના પગલે પીએસઆઇ ચૌહાણને ગંભીર ઇજા પહોંચી હતી. આ હુમલામાં પીએસઆઇ ચૌહાણના પગમાં ચાર ફ્રેક્ચર થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. સાથે જ તેમને અન્ય ગંભીર ઇજાઓ પણ પહોંચી છે. આ મામલે પોલીસે બુટલેગર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

 

(10:56 pm IST)