ગુજરાત
News of Saturday, 11th May 2019

વડોદરાના ગોત્રીમાં ગેરકાયદે સ્પામાં પકડાયેલ થાઈલેન્ડની ત્રણ યુવતીને સંરક્ષણ ગૃહમાં મોકલી કાર્યવાહી શરૂ કરવામાં આવી

વડોદરાના ગોત્રીમાં ગેરકાયદે સ્પામાં પકડાયેલ થાઈલેન્ડની ત્રણ યુવતીને સંરક્ષણ ગૃહમાં મોકલી કાર્યવાહી શરૂ કરવામાં આવી

વડોદરા:ગોત્રીના સ્પામાં ગેરકાયદેસર રીતે કામ કરતી પકડાયેલી થાઇલેન્ડની ત્રણેય યુવતીઓ સલવાઇ ગઇ છે.ડિપોર્ટનો હુકમ નહીં થાય ત્યાં સુધી તેઓને નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવશે.

ગોત્રી-સેવાસી રોડના લોટ્સ ઇલાઇટ  કોમ્પ્લેક્સમાં સ્કોન સ્પા ધરાવતા અર્પણ કૌશિકભાઇ પટેલ (રહે.સેવાસી ગામ, વડોદરા)ના  સ્પામાં બે દિવસ પહેલાં ક્રાઇમ બ્રાન્ચે સર્ચ કરતાં થાઇલેન્ડની ત્રણ યુવતીઓ મળી આવી હતી.

(5:37 pm IST)