ગુજરાત
News of Saturday, 11th May 2019

સાવલી નજીક પોલીસે ચેકીંગ હાથ ધરી 2036 દારૂની બોટલ સાથે એક આરોપીની ધરપકડ કરી

સાવલી: નગરમાંથી પસાર થતા એક ટેમ્પોને રોકી સ્ટેટ વિજીલન્સે ચેકિંગ કરતા દારૃની ૨૦૩૬ નંગ બોટલો, ટેમ્પો અને રોકડ મળી કુલ ૫,૧૧,૬૪૦ નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી  છે.

 મધ્યપ્રદેશથી દારૃનો જથ્થો ભરીને એક ટેમ્પો રાજકોટ તરફ જાય છે તેવી બાતમીના આધારે સ્ટેટ વિજીલન્સની ટીમે સાવલીમાં વોચ ગોઠવી હતી દરમિયાન ભાદરવા ચોકડીએથી પસાર થતાં ટેમ્પોને રોકી તેમાં તપાસ કરતાં બેઠકની નીચે અલગ બોક્ષ બનાવી સંતાડી રાખેલી દારૃની પેટીઓ ૩૧ નંગ મળી હતી. કુલ ૨૦૩૬ નંગ બોટલોમાં રૃા.૨,૦૩,૬૦૦ નો દારૃ તેમજ ટેમ્પો રૃા.૩ લાખ, એક મોબાઇલ રૃા.૫૦૦ અને અંગજડતીમાં ૧૭૫૪૦ મળી કુલ ૫,૧૧,૬૪૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

(5:43 pm IST)