ગુજરાત
News of Saturday, 11th May 2019

વડોદરામાં સ્વચ્છતાના ભાગરૂપે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યું: ગંદકીથી ભરાયેલ ભાયલી તળાવની સ્વચ્છતા માટે વૃક્ષો ઉગાડવાની કામગીરી હાથ ધરવામાં આવી

વડોદરા: શહેરમાં ઘણાં તળાવો છે પરંતુ તેમાંથી કેટલાક તળાવોની સ્થિતિ આજે દયનીય થઈ ગઈ છે. સેવાસી તળાવમાં કચરો ફેંકીને લોકોએ કચરાપેટી બનાવી દીધી છે ત્યારે ભાયલી તળાવના આવા હાલ ન થાય તે માટે અભ્યાસક્રમના ભાગરુપે એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. જેમાં ગંદકીથી ભરેલા ભાયલી તળાવની સ્વચ્છતા માટે દેશી વૃક્ષો ઉગાડવા જોઈએ. તેમ આર્કિટેક્ચરની વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું.

ભાયલી તળાવના પ્રોજેક્ટ વિશે વધુ વિગત આપતા વિદ્યાર્થિનીઓએ જણાવ્યું કે, દેશ-વિદેશમાં જે શ્રેષ્ઠ તળાવો છે તેનો અભ્યાસ કરીને ભાયલી તળાવ માટે અમે વિવિધ પ્લાન રજૂ કર્યા છે. જેમાં પ્રથમ આસપાસ રહેલા લોકોને પ્રકૃતિનું મૂલ્ય સમજાવવું, બફર ઝોન એટલે કે અત્યારે જેટલા વૃક્ષો છે તેને કાપ્યા વગર અન્ય દેશી વૃક્ષો જેવા કે, લીમડો, વડ, આંબો વગેરે તળાવની આસપાસ ઉગાડવા. જેથી તે વરસાદના પાણીને સ્વચ્છ કરીને તળાવ સુધી પહોંચાડી શકે.

(5:29 pm IST)