ગુજરાત
News of Saturday, 11th May 2019

કેન્દ્ર સરકાર દ્વારા ઇકોનોમી વિકર સેકશન બીલને મંજૂરી અપાતા રાજ્યની એ‌ન્જીનિયરીંગ-ફાર્મસી કોલેજોમાં EWS અનામતનો અમલ કરાશે

અમદાવાદ: ધોરણ 12 સાયન્સનું પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરાયા બાદ હવે વિદ્યાર્થીઓ અને વાલીઓની નજર એન્જીનીયરીંગ અને ફાર્મસીની બેઠકો પર પ્રવેશ મેળવવાનો છે ત્યારે ઇડબલ્યુએસને કારણે રાજ્યની એન્જિનિયરિંગ કોલેજોની સીટોમાં છ હજાર જેટલો વધારો થશે. કેન્દ્ર સરકારે ઇકોનોમી વિકર સેક્શન બીલને મંજુરી આપી દેતા આગામી સત્રથી એન્જિનિયરિંગની પ્રવેશ પ્રક્રિયામાં ઇડબલ્યુએસનો અમલ થશે.

આ અંગેનો અમલ કેવી રીતે કરવો તે અંગે સરકારમાં વિચારણા ચાલી રહી છે પરંતુ જે પ્રકારે માહિતી સામે આવી છે તે મુજબ એન્જિનિયરિંગની સીટોમાં વધારો કરવામાં આવી શકે છે. હાલમાં આચારસંહિતાને કારણે આ સમગ્ર મામલે વિલબ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં રાજ્યની એન્જિનિયરિંગ કોલેજોમાં 61 હજાર સીટો છે અને જો તેમાં 10 ટકાનો વધારો કરવામાં આવે તો છ હજાર સીટોનો વધારો કોલેજોમાં થઇ શકે છે જેનો સીધો ફાયદો વિદ્યાર્થીઓને થશે.

EWS અનામતના કારણે સીટો વધશે

EWS અનામતના કારણે રાજ્યમાં 6 હજાર સીટો વધશે. ચાલુ વર્ષે રાજ્યની એન્જિનિયરિંગ - ફાર્મસી કોલેજોમાં EWS અનામતનો અમલ કરાશે. કોલેજોમાં 10 ટકા સીટો EWS માટે અનામત રખાશે. EWSના અમલીકરણ માટે 10 ટકા સીટો વધશે.10 ટકા સીટો વધારી અમલ કરવા વિચારણા થઈ રહીછે. આચારસંહિતાના કારણે નિર્ણય લેવામાં જો કે વિલંબ થઈ રહ્યો છે.

(4:37 pm IST)