ગુજરાત
News of Saturday, 11th May 2019

સુરતની સિવિલમાં બાળક બદલાયાનો આક્ષેપ : ખાનગી હોસ્પિટલે કહ્યું દીકરો,સિવિલે દીકરી જ્ન્મ્યાનું કહેતા વિવાદ

માનવીય ભૂલ કે અદલાબદલી ? ડીએનએ ટેસ્ટ બાદ થશે ખુલાસો

સુરતના સિવિલ હોસ્પિટલમાં બાળક બદલાયાનો આરોપ લાગ્યો છે હોસ્પિટલના એનઆઈસીયુ વોર્ડમાંથી નવજાત બાળક બદલાયાનો માતાપિતાએ આક્ષેપ કર્યો છે જોકે સિવિલ તંત્ર આ વાતનો ઇન્કાર કરીને કહે છે કે આમાં અમારી કોઇ જ ભૂલ નથી. આ બાળકનું ડીએનએ ટેસ્ટ પણ કરવામાં આવશે જેનાથી આ મામલામાં સ્પષ્ટતા થશે.

  આ અંગે સિવિલ હોસ્પિટલનાં RMO, કેતન નાઇકે જણાવ્યું કે અને સ્પષ્ટતામાં કહે છે કે આ બાળકની ડિલીવરી કોઇ ખાનગી હોસ્પિટલમાં થઇ હતી અને પછી તેને અહીં લાવવામાં આવ્યું હતું. આ નવજાત બાળકી જ હતી પરંતુ ખાનગી હોસ્પિટલની ભૂલને કારણે ફોર્મમાં ફીમેલને બદલે મેલ લખી દેવામાં આવ્યું હતું. આમાં અમારી કોઇ ભૂલ નથી

આ મામલે મળતી માહિતી પ્રમાણે પાંડેસરા ગુ.હા.બોર્જ ખાતેનાં મહાદેવનગરમાં રહેતા રાજેશ પટેલની પત્ની નયનાએ ગત બુધવારે સાંજે લવલી હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ શ્વાસની તકલીફથી પીડિત બાળકને વધુ સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો. જો કે બીજા દિવસે તેમનો બાળક બદલાયાની ફરિયાદ કરી હતી.

આ ફરિયાદ પછી પોલીસે જણાવ્યું કે, 'બાળક અને તેના માતાપિતા સાથે ડીએનએ ટેસ્ટ કરવામાં આવે તે પછી જ ખ્યાલ આવશે કે આ બાળક કોનું છે

(1:38 pm IST)