ગુજરાત
News of Saturday, 11th May 2019

અડધી રાત્રે બાજુમાં સુઇ બીભત્સ હરકતો કરતા પુત્રની હથિયારના ઘા ઝીકી હત્યા:ખટોદરા પોલીસને 70 વર્ષીય માતાએ આપવીતી વર્ણવી

ભંગાર વીણીને બંનેને ગુજરાન ચલાવતી માતાએ કહ્યું મારી આબરૂં દાવ ઉપર લાગતી હોય મેં તેનું ગળું કાપી નાંખ્યું

 

સુરતના ખટોદરા પોલીસ મથકે માતા પુત્રના સંબંધોને શર્મસાર કરતો કિસ્સો નોંધાયો છે એક માતાએ કબલ્યું કે હા સાહેબ મેં પોતે મારા પુત્ર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. છેલ્લા એક વર્ષથી તે બીભત્સ હરકતો હતો. અડધી રાત્રે મારી બાજુમાં સૂઇ જઇ છેડછાડ કરતો હતો. વિરોધ કરું તો જાહેરમાં ગાળો ભાંડતો હતો. ચૂપ રહું કે બોલું સહન કરું કે પ્રતિકાર કરું. બંને સંજોગમાં મારી આબરૂં દાવ ઉપર લાગતી હોય મેં તેનું ગળું કાપી નાંખ્યું હતું.

 ભીની આંખે 70 વર્ષની વૃદ્ધાએ વર્ણવેલી આપવિતી બાદ પોલીસ અધિકારી પણ સ્તબ્ધ થઇ ગયા હતા. જોકે, ખટોદરા પોલીસે ભારે હૈયે માતાની ધરપકડ કરી હતી.

  અંગે મળતી માહિતી પ્રમાણે બમરોલી વિસ્તારમાં રવિન્દ્ર ઉપર મંગળવારે રાત્રે ઘાતકી હુમલો થયો હતો. રવિન્દ્ર ઘરની બહાર સૂતેલો હતો તે સમયે કોઇ તેના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઘા ઝીંકી દીધા હતા. ખટોદરા પોલીસે કરેલી તપાસ દરમિાયન ચોંકાવનારી હકીકત સામે આવી હતી. પોલીસે કરેલી તપાસ બાદ રવિન્દ્ર ઉપર તેની માતા શકુબેને હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
   
ખટોદરા પોલીસે શકુબેનને પોલીસ મથકે લાવી પૂછતાછ કરી હતી. શકુબેનની કબૂલાત બાદ પોલીસ પણ હચમચી ગઇ હતી. શકુબેનને પોલીસને કહ્યું હતું કે, પુત્ર રવિન્દ્રના ત્રણ ત્રણ લગ્ન થયા છે. ત્રણે પત્નીઓ સાથે તેના છૂટાછેડા થઇ ગયા છે. રવિન્દ્ર કોઇ કામધંધો કરતો નથી. વૃદ્ધાઅવસ્થામાં રવિન્દ્ર તેણીનો આધાર બનવો જોઇતો હતો. તેની જગ્યાએ તેના ભરણપોષણની જવાબદારી તેણીના માથે આવી હતી. પોતે ભંગાર વીણીને બંનેને ગુજરાન ચલાવતી હતી. જે થોડા ઘણા મજૂરીના પૈસા મળે તેમાંથી રવિન્દ્ર તેણીની પાસે દારૂ પીવા માંગી લેતો હતો.

(8:47 am IST)