ગુજરાત
News of Monday, 12th April 2021

કોરોના સંક્રમણ વધતા : રાજપીપળા શહેરના બજારો, શાક માર્કેટ ત્રણ દિવસ સ્વૈચ્છીક બંધ રહેશે: વેપારીઓ અને તંત્ર વચ્ચે મિટિંગમાં નિર્ણય લેવાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત જિલ્લામાં સતત વધતા કોરોના ના સંક્રમણ પર કાબુ મેળવવા વહીવટી તંત્ર હાલ જહેમત ઉઠાવી રહ્યું છે ત્યારે બે દિવસ પહેલા શાક માર્કેટ બાબતે વેપારીઓ સાથે મિટિંગ કર્યા બાદ આજે રવિવારે રાજપીપળા શહેરના તમામ વેપારીઓ સાથે તંત્ર એ પ્રાંત કચેરી ખાતે આજ તાકીદની મિટિંગ ગોઠવી જેમાં પ્રાંત અધિકારી ભગત,ડીવાયએસપી પરમાર,પાલીકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ સહિત વેપારીઓ હાજર રહ્યા આ મિટિંગમાં તંત્ર ના અનુરોધ થી તમામ વેપારી મંડળો સંમત થઈ રાજપીપળા શાક માર્કેટ તથા દવા અને દૂધ સિવાયની તમામ દુકાનો મંગળવાર,બુધવાર અને ગુરુવાર આમ ત્રણ દિવસ સંપૂર્ણપણે સ્વયંભૂ સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
સાથે સાથે બહારગામ થી આવતા લોકો માટે તંત્ર દ્વારા RTPCR ટેસ્ટ કરાય તેવી પણ આયોજન કરાયું છે જેમાં કોઈ વ્યક્તિ પોજેટિવ જણાઈ તો તેને ગાઈડલાઈન મુજબ સારવાર સહિતની જવાબદારી તંત્ર દ્વારા કરાઈ છે.
પ્રાંત અધિકારી ભગતે આ તબક્કે લોકોને એક મેસેજ આપ્યો હતો કે કામ વગર બહાર ન નીકળી અને નો કોઈ ઇમરજન્સી જણાઈ તો માસ્ક,સેનેટાઈજર સહિત ના નિયમોના પાલન સાથે બહાર નીકળવું જેથી કોરોના પર કાબુ મેળવી શકાય

(10:52 pm IST)