ગુજરાત
News of Monday, 12th April 2021

ગરુડેશ્વરના જેસલપોર ગામના યુવાને ઝેરી દવા પીતા સારવાર દરમિયાન મોત

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : ગરુડેશ્વર તાલુકાના જેસલપોર ગામના યુવાન હેમંતભાઈ સોમાભાઈ બારીયા (ઉંમર વર્ષ ૨૪) એ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા  પ્રથમ સારવાર માટે ગરુડેશ્વર સરકારી દવાખાના બાદ વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ લવાયા હતા ત્યાંથી વધુ સારવાર માટે એસએસજી હોસ્પિટલ વડોદરા મોકલતા તિલકવાડા પાસે જ મૃત હાલતમાં સિવિલ હોસ્પિટલ રાજપીપળા ખાતે પરત લાવતા ગરુડેશ્વર પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.

(10:52 pm IST)