ગુજરાત
News of Monday, 12th April 2021

નર્મદા જિલ્લાના એક HIV પીડિતનું મોત : જિલ્લામાં મંજુર થયેલ ART સેન્ટર તાકીદે શરૂ થાય એ જરૂરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં અંદાજે 360 થી વધુ એચઆઇવી પીડિતો નો સરકારી આંકડો છે જેમાં કેટલાક મોત ને ભેટ્યા છે.આ પીડિતોની આજીવન ચાલતી દવા રાજપીપળા સિવિલમાં મળે છે પરંતુ સમયાંતરે બ્લડ ટેસ્ટ સહિતની કામગીરી માટે વડોદરા જવું પડે છે,તેમને બ્લડ ટેસ્ટ માટે વડોદરા જવું પડતું હોય પીડિતો ને આર્થિક અને શારીરિક સંકડામણ ઉભી થતા અમુક પીડિતો નિયમિત ન જતા તેમનું સ્વાસ્થ્ય બગડે છે જેમાં કેટલાક મોત ને ભેટ છે. હાલમાં મૃત્યુ પામેલા એચઆઇવી પીડિત તિલકવાડા તાલુકાના એક ગામના હતા તેઓ બીમાર થતા વડોદરા એસએસજીમાં દાખલ થયા બાદ ત્યાં તેમનું મોત થયું હતું.ભૂતકાળમાં આ રીતે કેટલાક પીડિતો મોતને ભેટ્યા હશે માટે નર્મદા જિલ્લામાં ઘણા સમયથી મંજુર થયેલું એ.આર.ટી સેન્ટર વહેલી તકે કાર્યરત થાય તે જરૂરી છે.

(10:54 pm IST)