ગુજરાત
News of Sunday, 11th April 2021

રીંગણી ગામમાં માસ્ક વિના બેસેલા 05 પૈકી 01 ઝડપાયો 04 નાસી છૂટ્યા:તમામ વિરુદ્ધ જાહેરનામા ભંગ નો ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રીંગણી ગામમા ઝાડ નીચે માસ્ક વિના બેસનાર પાંચ વિરુદ્ધ આમલેથા પોલીસે જાહેરનામા ભંગ નો ગુનો દાખલ કર્યો છે.
  પ્રાપ્ત માહિતી મુજબ આમલેથા પોલીસ જાહેરનામા બાબતે ચેકીંગ માં હતી એ સમયે રીંગણી ગામે રોડ ઉપર આવેલ વડના ઝાડ નીચે જાહેરમાં માસ્ક પહેર્યા વગર બિનજરૂરી ભેગા થઇ બેસી રહી જીલ્લા મેજીસ્ટ્રેટ ના જાહેરનામા નો ભંગ કરનાર પાંચ વ્યક્તિઓ પૈકી જીતેંદ્રભાઇ રમેશભાઇ વસાવા ને પોલીસે ઝડપી લીધો હતો જ્યારે અન્ય ચારમાં કિરણભાઇ રસીકભાઇ વસાવા  કમલેશભાઇ ચીમનભાઇ વસાવા, અક્ષયભાઇ હરિલાલ વસાવા,આકાશભાઇ રાજેશભાઇ વસાવા પોલીસને જોઈ નાસી છૂટ્યા હતા. આ તમામ સામે પોલીસે ગુનો દાખલ કરી બાકીના ચાર ને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

(10:46 pm IST)