ગુજરાત
News of Sunday, 11th April 2021

અમદાવાદમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં વધુ 31 વિસ્તારનો ઉમેરો:આંકડો 357 પર પહોંચ્યો

ચાંદલોડિયા, ગોતા, થલતેજ, બોડકદેવ, મણિનગર અને જોધપુરના સૌથી વધુ મકાન અને લોકોનો સમાવેશ :આજે 339 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી 13 વિસ્તારને દૂર કરાયા

અમદાવાદ : રાજ્યમાં કોરોના વાઈરસના કેસનો રાફડો ફાટ્યો છે. અમદાવાદ શહેરમાં પણ કોરોનાના પોઝિટીવ કેસનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે શહેરમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, આજે 339 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી 13 વિસ્તારને દૂર કરવામાં આવ્યા છે, ત્યારે વધુ 31 વિસ્તારનો ઉમેરો કરવામાં આવ્યો છે.

તેની સાથે જ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનનો આંકડો 357 પર પહોંચ્યો છે. નવા વિસ્તારમાં ઓઢવના વલ્લભનગરના 110 મકાન અને 223 લોકો, ત્યારે બોપલના ઈસ્કોન પ્લેટનીયમના 176 મકાન અને 700 લોકો, થલતેજમાં સનરાઈઝ પાર્કના 200 મકાન અને 800 લોકો તે સિવાય ચાંદલોડિયા, ગોતા, થલતેજ, બોડકદેવ, મણિનગર અને જોધપુરના સૌથી વધુ મકાન અને લોકોનો સમાવેશ થાય છે.

(12:47 am IST)