રાજપીપળા મોતીબાગ માં જુગાર રમતા ચારને મુદામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરના મોતી બાગ વિસ્તારમાં જુગાર રમતા ચાર ઇસમોને પોલીસે રોકડ સહિતના મુદામાલ સાથે ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા પોલીસે બાતમીના આધારે શુક્રવારે સાંજે મોતી બાગ વિસ્તારમાં પોતાના આર્થિક ફાયદા સારૂ પાના પત્તાનો હારજીતનો જુગાર રમી રમાડતા ચાર શખ્સો માં ચાંદમહંમદ હસનભાઈ તાઈ (રહે - નવફળીયા રાજપીપલા) ( ૨ ) મુકેશભાઇ કંચનભાઈ વસાવા (રહે - મોતીબાગ રાજપીપળા )( 3 ) સુનિલભાઈ લક્ષ્મણભાઈ વસાવા (રહે - મોતીબાગ રાજપીપલા) તથા ( ૪ ) ધર્મેન્દ્રકુમાર લક્ષ્મણભાઈ વસાવા(રહે - મોતીબાગ રાજપીપલા )ને અંગ ઝડતીમાંથી રોકડા રૂ .૮૯૦ તથા દાવ ઉપરના રૂ .૩૪૦ મળી કુલ રૂ.૧૨૩૦ના જુગારના મુદામાલ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે