ગુજરાત
News of Thursday, 11th April 2019

સુરતમાં લુઝ હીરા ખરીદવા વિદેશીઓ આવી પહોંચ્યા: બે દિવસમાં 50નું પ્રતિનિધિ મંડળ બજારમાં આવ્યું

સુરત: શહેરમાં તૈયાર થતા હીરા મુંબઈ થઇ વિદેશ પહોંચે છે. જોકે, વિદેશના બાયરો હવે સુરતથી લૂઝ ડાયમંડની સીધી ખરીદી કરી શકે તે માટેના પ્રયાસો શરૂ કરાયા છે. ૫૦ જેટલા વિદેશીઓનું એક પ્રતિનિધિ મંડળ છેલ્લા બે દિવસથી હીરાઉદ્યોગમાં ફરી રહ્યું છે. પ્રતિનિધિ મંડળે મેન્યુફેક્ચરિંગ એકમો અને હીરાબજારની મુલાકાત લીધી હતી.

 હીરાબજારમાં વૈશ્વિક સ્તરે સૌથી વિશ્વસનીય એવા માટન રેપાપોર્ટે શહેરના હીરાઉદ્યોગકારો સાથે વિદેશી બાયરોની મુલાકાત કરાવી હતી. એવા વિદેશી બાયરો છે કે જેવો પોતાની ડાયમંડની જરૂરિયાત મુંબઈ કે અન્ય કેન્દ્રો ઉપરથી પુરી કરતા હોય છે. વિદેશી બાયરોને સુરતથી સીધા લુસ ડાયમંડ મળી શકે તે માટે તેમણે પ્રયત્ન શરુ કર્યા છે અને તેઓ વિદેશીઓને લઈને સુરત આવ્યા છે. વિદેશી બાયરોએ છેલ્લા બે દિવસ દરમિયાન જુદા જુદા ડાયમંડ મેન્યુફેક્ચરિંગ એકમો અને હીરાબજારમાં ફરીને વિગતો જાણી હતી.

(6:20 pm IST)