ગુજરાત
News of Thursday, 11th April 2019

અમીરગઢના ખારામાં દીકરીને મળવા આવેલ રાજસ્થાનના વૃદ્ધ પર રિછે જીવલેણ હુમલો કર્યો

અમીરગઢ: તાલુકાના ખારા ગમે રહેતી દીકરીને મળવા આવેલા રાજસ્થાનના ભટાણા ગામના ૭૦ વર્ષીય વૃધ્ધ ભલારામ પ્રંગાજી રબારી બુધવારની વહેલી સવારે ખારા ગામની સીમમાં કુદરતી હાજતે ગયા હતા. અને પરત ફરતી વખતે ગામના પાદરે આવેલ હવાડા ઉપર હાથ પગ ધોતા હતા તે સમયે અચાનક પાછળથી આવેલા જંગલી રીછેવૃધ્ધ ઉપર એકાએક હુમલો કર્યો હતો જોકે રીંછના આકસ્મિક હુમલા થી ભયભીત વૃધ્ધે બુમાબુમ કરતા બાજુબાજુથી લોકો દોડી આવતા રીંછ જંગલમાં નાસી છૂટયું હતું રીછના હુમલામાં વૃધ્ધ ગંભીર રીતે ઘાટલ થતા તેમને લોકોની મદદ થી ૧૦૮ મારફતે તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જોકે જંગલ વિસ્તાર ધરાવતા અમીરગઢ તાલુકામાં રીંછોનો વસવાટ આવેલો છે જેને લઇ અનેકવાર જંગલી રીછો ખોરાક અને પાણીની શોધમાં ગામડાઓમાં ઘૂસીને લોકોને નુકશાન પહોંચાડી રહ્યા છે.

(6:19 pm IST)