ગુજરાત
News of Wednesday, 11th April 2018

એડિશનલ ડીજીપી વિનોદ કુમાર મલ્લની' બુદ્ધથી કબીર તક 'પદયાત્રા પૂર્ણ

 

ગુજરાતના એડિશનલ ડીજીપી વિનોદ કુમાર મલ્લ દ્વારા સામાજિક સમરસતા અને સદભાવના માટે શરુ કરેલ બુદ્ધથી કબીર તક પદયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થઇ છે. 6 થી 7 એપ્રિલ દરમિયાન 1986 બેચના આઇપીએસ વિનોદ મલ્લે સમાજ શાંતિ અને ભાઈચારાનો સંદેશો આપવા માટે બુદ્ધથી કબીર તકની પદયાત્રા શરુ કરી હતી.

પદયાત્રા શાંતિના પ્રતીક એવા મહાપ્રભુ બુદ્ધના નિર્વાણ સ્થળ કુશીનગરથી મહાન ટીકાકાર કબીરના સમાધિ સ્થળ મગહર વચ્ચે શરુ કરવામાં આવી હતી. પદયાત્રા 80 કિમી લાંબી અને બે દિવસની હતી. યાત્રામાં સમાજના દરેક વર્ગ અને દેશ દુનિયાના વિવિધ ભૂભાગોથી લોકોને શાંતિના સંદેશ આપવામાં સહભાગી થવા માટે જોડવામાં આવ્યા હતા.

વિનોદ મલ્લે યાત્રાને સમાજના દરેક વર્ગથી સરસ પ્રતિસાદ મળ્યા હોવાનું જણાવ્યું. વિનોદ મલ્લ કહે છે, "અમેબુદ્ધથી કબીર તક યાત્રાનું આયોજન કરેલું તેના બે ઉદેશ્યો હતા : બુદ્ધ અને કબીરની શિક્ષા, દર્શન અને વિચાર યાદ યાદ કરવા અને આજના સમયમાં બુદ્ધ અને કબીરના વિચારોની પ્રાસંગિકતાને પારખવી. જેથી એક ઉદારવાદી, વિવિધતાપૂર્ણ અને બહુ-સંસ્કૃતિય સશક્ત સમાજ-દેશનું નિર્માણ કરી શકીએ. ઉદ્દેશ્ય સાથે પદયાત્રા શરુ કરવામાં આવી હતી અને બંને ઉદ્દેશ્યો સમાજના કસોટીએ સફળ રહ્યા છે.

લોકોમાં કબીર અને બુદ્ધ પ્રત્યે જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. જે દર્શાવે છે કે આપણા દેશમાં અત્યારે પણ શાંતિ અને ભાઈચારા ઇચ્છનાર લોકો બહુસંખ્યક છે. જેને લઈને આપણે વિવિધતાઓથી ભરપૂર સશક્ત રાષ્ટ્રનું નિર્માણ કરી શકીએ છીએ." વિનોદ મલ્લ અત્યારે ગુજરાતમાં એડિશનલ ડીજીપી છે અને તેઓ પોલીસ રિફોર્મની જવાબદારી નિભાવી રહ્યા છે.

(10:13 pm IST)