ગુજરાત
News of Wednesday, 11th April 2018

વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાની હોલ ટિકિટ ૧ર એપ્રિલે મળશે

અમદાવાદ, તા. ૧૧ :  રાજયમાં ઉચ્ચતર માધ્યમિક પ્રવાહની વિજ્ઞાન પ્રવાહના સેમિસ્ટર ૧થી ૪ની પરીક્ષામાં તમામ વિષયોમાં ઉપસ્થિત રહ્યા બાદ અનુર્તિર્ણ તથા જુલાઈ ર૦૧૭ અને તે પહેલાની જુલાઈ પૂરક પરીક્ષામાં અનુર્તિર્ણ થયેલ વિદ્યાર્થીઓ માટે ખાસ પરીક્ષા એપ્રિલ-ર૦૧૮ની હોલ ટિકિટનું વિતરણ આગામી ૧ર એપ્રિલે કરવામાં આવશે. તેવી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેરાત કરી છે. હોલ ટિકિટ વિતરણ જિલ્લાના વિતરણ સ્થળે તા.૧ર એપ્રિલ ર૦૧૮ના રોજ સવારે ૧૧-૦૦થી ૧૬-૦૦ કલાક દરમ્યાન વિતરણ થનાર છે. રાજયની ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યોએ પોતાની શાળાની હોલ ટિકિટ મુખત્યાર પત્રક રજૂ કરી મેળવી લેવાના તથા નિયત કરેલ વિતરણ કેન્દ્રોની યાદી બોર્ડની વેબસાઈટwww.gseb.org પર મુકવામાં આવેલ છે.

(4:06 pm IST)