ગુજરાત
News of Monday, 11th February 2019

નર્મદા જીલ્લામાં સ્વાઈનફ્લૂનો કહેર : તબીબ અને નર્સિંગ સ્કૂલની વિદ્યાર્થીની સહીત 5 શખ્સો ઝપટમાં

 

નર્મદા જિલ્લામાં સ્વાઈન ફ્લૂએ કહેર વર્તાવ્યો છે રાજપીપળા સિવિલ હોસ્પિટલના એક તબીબ અને જીતનગર નર્સિંગ સ્કૂલની વિદ્યાર્થીનીને સ્વાઇનફલુની અસર છે બન્ને સહિત એમની સાથે રહેતા લોકોને જરૂરી દવા આપી આરોગ્ય વિભાગે તકેદારીના પગલાં લીધા છે જિલ્લામાં વાવડી,વડીયા માંગરોલનાં 1-1 અને રાજપીપલામાં 2 દર્દીઓ: 2 વર્ષનો બાળક કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ વડોદરામાં સારવાર હેઠળ છે

  ઉપરાંત નર્મદા જિલ્લાના લોકો વાયરલ ઇન્ફેકશનના શિકાર બન્યા હતા.શરદી,ખાંસી અને તાવના દર્દીઓમાં વધારો થયો છે.ત્યારે હાલ નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં બે વ્યક્તિઓને સ્વાઈન ફલૂની અસર જણાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

    નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે હાલમાં પાંચ સ્વાઈનફ્લુના કેશો જોવા મળ્યા હતા.જેમાં એક રાજપીપળા સિવિલ હોસ્પિટલના તબીબ પોતે સ્વાઈન ફલૂની ઝપટમાં આવ્યા હતા. બીજી દર્દી જીતનગર નર્સિંગ સ્કૂલની વિદ્યાર્થીની છે. સાથે જિલ્લામાં વાવડી, વડિયા માંગરોલ એક એક દર્દીઓ મળી ત્રણ અને બે રાજપીપલા આમ કુલ પાંચ સ્વાઈન ફલૂ ના કેશ જિલ્લામાં નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ વધી છે. જોકે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના એપેડેમીક બ્રાન્ચ પાસે દવાનો પૂરતો જથ્થો હાજર હોવાનો દાવા સાથે આરોગ્ય વિભાગે તકેદારીના પગલાં હાથ ધર્યા છે.

(11:58 pm IST)