ગુજરાત
News of Monday, 11th February 2019

જીજ્ઞેશ મેવાણીને આમંત્રણને લઈને H.K.આર્ટસ કોલેજનો કાર્યક્રમ રદ: પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલનું રાજીનામું

કોલેજમાં વાર્ષિકોત્સવ નિમીતે કોલેજના પૂર્વ વિદ્યાર્થી-ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને મુખ્ય અતિથિ તરીકે બોલાવાયા હતા

અમદાવાદની પ્રતિષ્ઠિત એચ.કે. આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ હેમંત શાહે કોલેજના વાર્ષિકોત્સવમાં પૂર્વ વિદ્યાર્થી અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને ઉપસ્થિત રહેવાની પરવાનગી ન અપાતા ટ્રસ્ટી મંડળ સામે નારાજ થઈને રાજીનામું સોપ્યું છે. આ ઘટનાના પગલે હેમંત શાહે રાજીનામું આપ્યું ત્યારબાદ તુરંત જ કોલેજના ઉપ-આચાર્યએ પણ રાજીનામું સોંપી દીધું હતું. ઉપ આચાર્ચ મોહન પરમારે પણ આ ઘટનાના વિરોધમાં પોતાના પદનો ત્યાગ કર્યો હતો.

અમદાવાદ શહેરની એચ.કે. આર્ટસ કોલેજમાં વાર્ષિકોત્સવ નિમીતે કોલેજના પૂર્વ વિદ્યાર્થી અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને મુખ્ય અતિથિ તરીકે બોલાવવામાં આવ્યા હતા. કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમનો વિરોધ કરતા કોલેના ટ્રસ્ટે કાર્યક્રમ માટે હોલ આપવાનો ઇન્કાર કરી દીધો હતો

(8:50 pm IST)