ગુજરાત
News of Monday, 11th February 2019

પાસ છોડ્યા બાદ ભાજપમાં જોડાયેલા રેશ્મા પટેલ પછી હવે ચેતન ઠાકોરે સરકાર સામે બાયો ચડાવી

ઠાકોર સમાજ સામેના કેસ અને 14 માસની બાળકી પર દુષ્કર્મ મામલે ન્યાય નહિ મળે તો આંદોલનની ચીમકી

અમદાવાદ :પાસ છોડ્યા બાદ ભાજપમાં જોડાયેલા રેશ્મા પટેલ બાદ હવે અલ્પેશ ઠાકોર સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા ચેતન ઠાકોરે સરકાર સામે બાયો ચાડવી ચેહ અને પક્ષ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે

 ચેતન ઠાકોરે ઠાકોર સમાજના લોકો પર થયેલા કેસ તેમજ ઢુંઢર ગામ ખાતે 14 માસની બાળકી પર થયેલા દુષ્કર્મ મામલે ન્યાય નહીં મળે તો એકતા યાત્રા કાઢવાની અને વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે.


   ચેતન ઠાકોર ચૂંટણી સમયે અલ્પેશથી અલગ થઈને ભાજપમાં જોડાયો હતો. ભાજપમાં રહીને પક્ષ સામે જ બંડ પોકારનાર ચેતન ઠાકોરનું કહેવું છે કે તે ઠાકોર સમાજના ભલા માટે ભાજપમાં જોડાયો હતો. ભાજપમાં જોડાયો ત્યારે સરકારે ઢુંઢરની બાળકી પર થયેલા દુષ્કર્મ મામલે ત્રણ મહિનામાં પગલાં લેવાની ખતારી આપી હતી. પરંતુ સરકારે તેનું કોઈ જ વચન પાળ્યું નથી

(8:43 pm IST)