ગુજરાત
News of Monday, 11th February 2019

પલસાણા નજીક સીમમાં રસ્તો ઓળંગતી બે બાઇકના ચાલકને ટેમ્પોએ હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત

પલસાણા:તાલુકાનાં કરણ ગામની સીમમાં ને.હા.નં.૪૮ પર રોડ ક્રોસ કરતા બે બાઈક ચાલક યુવાનોને આઈસર ટેમ્પા ચાલકે અડફટે લઈ ૧૮ વર્ષનાં યુવાનને બાઈક સાથે ૭૦ ફૂટ સુધી ઘસડી જતા યુવાનનું મોત થયું હતું. બીજો બાઈક ચાલક ટક્કર લાગતા દૂર ફેંકાતા બચી ગયો હતો. ટેમ્પો ચાલક ટેમ્પો મુકી નાસી ગયો હતો.

કરણગામે શાંતિનગરમાં રોહીત પરભુભાઈ પ્રજાપતિ (ઉ.વ.૧૮) પોતાનાં પરિવાર સાથે રહેતો હતો. રોહીત પોતાની બાઈક ડ્રીમ યુગા (નં.જીજે-૦પ-કેએફ-૧૪૨૭) લઈને શનિવારે કામઅર્થે ચલથાણ ગયો હતો. ચલથાણથી સાંજે પાંચ વાગ્યે બાઈક લઈ પરત ઘરે જતો હતો. ત્યારે કરણ ગામે નવા હળપતિવાસમાં મીહીર રમેશભાઈ રાઠોડ પરિવાર સાથે રહે છે અને ચલથાણ શુગર ફેક્ટરીમાં નોકરી કરે છે. સાંજે પાંચ વાગ્યે નોકરી પરથી છૂટીને તે પણ પોતાની સુઝુકી બાઈક (નં.જીજે-૧૯-ડી-૨૦૩૭૪) પર ઘરે જતો હતો. 

(5:07 pm IST)