ગુજરાત
News of Monday, 11th February 2019

અમદાવાદના સેટેલાઈટમાં પ્રેમ પ્રકરણમાં યુવાનને થાંભલે બાંધી ઢોરમાર મારનાર યુવતીના પિતા સહીત બે વિરુદ્ધ ફરિયાદ

અમદાવાદ:સેટેલાઇટમાં પ્રેમ પ્રકરણના કિસ્સામાં યુવતીને ભગાડી જનારા યુવકના સબંધીને થાંભલા સાથે બાધીને ઢોર માર મારવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કેસમાં સેટેલાઇટ પોલીસે યુવતીના પિતા સહિત બે વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે મેમનગરમાં ક્રિષ્ના ડેરી પાસે ગોપાનગરમાં રહેતા કૈલાસચન્દ્ર લાલુરામ કુમાવતે સેટેલાઇટ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે તેમના સબંધીનો છોકરો તાજેતરમાં યુવતીને ભગાડીને જતો રહ્યો હતો. જેથી યુવતીના પિતાએ યુવકને પકડીને સેટેલાઇટમાં માણેકબાગ પાસે તપોવન સોસાયટીમાં લઇ ગયા હતા અને ગઇકાલે સવારે સિમેન્ટના થાંભલા સાથે બાંધીને ગાળો બોલીને લાકડીઓ તથા ગડદાપાટુનો માર માર્યો હતો.

(5:06 pm IST)