ગુજરાત
News of Monday, 11th February 2019

ગાંધીનગર જિલ્લામાંથી પોલીસે સીમમાં દરોડા પાડી 84 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

ગાંધીનગર: શહેર અને જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃત્તિને નાબુદ કરવાના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે એલસીબીની ટીમે વિવિધ વિસ્તારોમાં સઘન પેટ્રોલીંગ હાથ ધરી છે ત્યારે દહેગામ તાલુકાના વાસણારાઠોડ ગામની સીમમાં આવેલાં ફાર્મની ઓરડીમાં રેડ કરીને ૮૪ વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી છે. 

રાજ્યમાં દારૂબંધી હોવા છતાં વિવિધ બોર્ડર ઉપરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે. પોલીસ દ્વારા બાતમીદારોને આધારે આ દારૂના જથ્થાને પકડવામાં આવતો હોય છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃત્તિને નેસ્તનાબુદ કરવા એસપી દ્વારા સુચના આપવામાં આવી છે.

(5:06 pm IST)