ગુજરાત
News of Monday, 11th February 2019

અમદાવાદ: બેંકે સીલ કરેલ મકાનનો ગેરકાયદે ઉપયોગ કરનાર વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: બેન્કમાંથી લોન લેનારી વ્યક્તિએ લોન ન ભરતા બેન્કેં જામીનદાર રહેલી વ્યક્તિનું વસ્ત્રાપુરનું મકાન સીલ કર્યું હતું. જોકે જામીનદારે મકાનનો ગેરકાયદે કબજો લઈને મકાન ભાડે આપી દીધું હતું. આ અંગે વસ્ત્રાપુર પોલીસે તેની વિરૃધ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગત મુજબ ૨૦૦૧માં મેસર્સ ભવાની એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર જયેશભાઈ સી.જોષીએ સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડીયા સૈજપુર બોઘા બ્રાંચમાંથી રૃ. ૧૩,૫૦,૦૦૦ ની લોન લીધી હતી. તેમણે જામીનદાર તરીકે નિકુંલ કનૈયાલાલ ભટ્ટને રાખતા બેન્કે ભટ્ટનું વસ્ત્રાપુરમાં તક્ષશીલા એપાર્ટમેન્ટનું મકાન મોર્ગેજ તરીકે રાખ્યું હતું. જયેશભાઈએ બેન્કના નાણા નિયમીત ન ચુકવતા લોન એકાઉન્ટ એન.પી. થયું હતું. બાદમાં બેન્કે લોન લેનાર અને જામીનદાર નિકુલ ભટ્ટ વિરૃધ્ધ રિકવરી માટે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. કોર્ટના હુકમ મુજબ બેન્કે વસ્ત્રાપુરના તક્ષશીલા એપાર્ટમેન્ટ સ્થિત મકાનને સીલ માર્યું હતું,

(5:05 pm IST)