ગુજરાત
News of Monday, 11th February 2019

ગુજરાતમાં બે વર્ષમાં ૪૯૮૯ બાળકો, ૧૩૫૭૪ મહિલાઓ ગુમ

માનવ તસ્કરી રોકવામાં સરકાર નિષ્ફળઃ ડો મનીષ દોશી

અમદાવાદ તા ૧૧ : રાજયમાં મહિલાઓની  સલામતી આપવાની અને બેટી બચાવો પઢાવોના સુત્ર આપનાર ભાજપની રાજય સરકાર મહિલાઓ અને બાળકીઓની  ચિંતા કરતી  નથી. સરકારી ખર્ચે માત્રને માત્ર મહિલા સંમેલનો યોજવા અને ેસત્રો આપવમાં  શુરી છે, જયારે  છેલ્લા બે વર્ષમાં રાજયમાંથી ૧૩,૫૭૪ મહિલાઓ ગુમ  થયેલ છે, રાજયમાં બાળકો ગુમ થવાના આંકડાઓ  રાજય સરકાર અને ગૃહ વિભાગનો  હવાલો  સંભાળતા મુખ્ય મંત્રીશ્રીની   નિષ્ફળતાનો આક્ષેપ કરતા ગુજરાત  પ્રદેશ કોંગ્રેસ સમિતીના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્યું  હતું ક, જે રીતે આંકડાઓ  બહાર આવ્યા છે, તેમાં ખાસ કરીને દિકરીઓ કેટલી છે તે તપાસનો વિષય છે. માનવ તસ્કરી રોકવા  રાજય સરકાર સક્રિયતા દાખવે તેઅત્યંત જરૂરી છે. બે વર્ષમાં રાજયમાં ૪,૯૮૯ બાળકો ગુમ થયેલા  છે, રાજય સરકારના સત્તાવાર આંકડા મુજબ રાજયમાંથી ૪૨,૪૩૨ બાળકો ગુમ થયા છે, તે પૈકી ૧૪,૮૮૧ બાકો લાંબા સમયથી ગુમ છે, જયારે ૧૪,૩૦૧ વ્યકિતઓ ગુમ છે. આ ગુમ  વ્યકિતઓ  શોધવામાં તંત્ર નિષ્ફળ નિવડયું છે.  રાજયમાં અને દેશમાં ગુમ થયેલા બાળકો, મહિલાઓ અંગે જાહેર હિતની અરજીમાં ના. સુપ્રિમ કોર્ટે વર્ષ ૨૦૧૨-૧૩ માં રાજયના મુખ્ય સચિવને રાજયમાંથી ગુમ  થયેલા બાળકોની વિગતો રજુ કરવા બે  વખત નોટીશ  ફટકારી હતી. તેમ છતાં રાજય સરકારે વિગતો રજુ કરી ન હતી, રાજયમાં ગુમ થયેલા બાળકો અંગે સુપ્રિમ કોર્ટે  વિવિધ  રાજયોને આપેલા આદેશમાં આંતર રાજય સંકલન, રાજયમાં વિવિધ જીલ્લાઓમા ં સંકલન, ગુમ થયેલા  બાળકોની વિગતો  દર્શાવતી વેબસાઇટ, ગુેમ થયેલા બાળકો  અંગેની હેલ્પ લાઇન સહિતની  વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. અમદાવાદ જેવા  મોટા  શહેરમાં બાળકો ગુમ થવા અંગે પીસીબીને જવાબદારી  સોપાંઇ છે, પણ  કોઇ વાલી ગુમ થયેલા બાળક અંગે ફરીયાદ કરવા  જાઇ તો પીસીબી તેમના ક્રાઇમ બ્રાન્ચના મીસીંગ ચાઇલ્ડ સેલમાં મોકલે  છે. ગુજરાત સરકારે સુપ્રિમ કોર્ટના આદેશ બાદ ગુમ થયેલા બાળકો અંગે ૩૨ જેટલા પરીપત્રો  કરેલ છે પણ માત્ર કાગળ પર છે. મીસીંગ ચાઇલ્ડ માટેની વેબસાઇટ પણ બરાબર કાર્યરત  નથી, તેમજ અપડેટ નથી. હેલ્પ લાઇન નંબર ૧૦૯૮ ઉપર કોઇ સંતોષકારક  જવાબ મળતો નથી. ચાર ઝોનમાં  મીસીંગ ચાઇલ્ડ માટે વ્યવસ્થા તંત્રની જાહેરાત કરનાર ભાજપ સરકારમા ં અન્ય  જાહેરાતો  જેમ  આ પણ જાહેરાત બની ગઇ છે. (૩.૭)

(3:54 pm IST)