ગુજરાત
News of Monday, 11th February 2019

હિંમતનગરના કાંકણોલ ગામે બે જૂથો વચ્ચે ધીંગાણાં મામલે સામસામી ફરિયાદ

રસ્તા પર કાર ઉભી રાખવા માટે ૧૧ જણાએ ગાળો બોલી માર મારતા એક જણાને ઈજની ફરિયાદ બાદ વળતી ફરિયાદ

હિંમતનગર તાલુકાના કાંકણોલ ગામે ત્રણ દિવસ પહેલા બે જૂથો વચ્ચે થયેલા ઝઘડા મામલે પોલીસે દસ જણા વિરૂધ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી બાદ સામા પક્ષે પણ મોડેથી ૧૧ જણા વિરૂધ્ધ ફરીયાદ નોધાવતા પોલીસે બંને પક્ષોની ફરીયાદને આધારે આગળની તપાસ હાથ ધરી છે

  . આ અંગેની વિગત એવી છે કે ત્રણ દિવસ અગાઉ પટેલો અને રજપુતો વિરૂધ્ધ ગાડી રિવર્સ લેવા બાબતે થયેલા ઝઘડા બાદ પટેલ કોમના એક સભ્યએ દસ રજપુતો વિરૂધ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી

  આ મામલે ખણુસા ગામના રાજપાલસિંહ ધનસિંહ રહેવરે ખણુસા ગામના દસ પટેલ વિરૂધ્ધ સામી ફરીયાદ નોંધાવી હતી . જેમાં આક્ષેપ કરાયો છે કે અર્જુનસિંહ વિરેન્દ્રસિંહ સાથે રસ્તા પર કાર ઉભી રાખવા માટે ૧૧ જણાએ ગાળો બોલી માર મારતા એક જણાને ઈજા પહોંચાડી હતી . તથા અન્ય લોકોને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી રાજપાલસિંહ રહેવરે ફાણીયોલ ગામના ભિખાભાઈ બબાભાઈ પટેલ , વસંતભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, અશોકભાઈ દેવકરણભાઈ પટેલ, હિતેશભાઈ બહેચરભાઈ પટેલ , વિશાલભાઈ ભિખાભાઈ પટેલ , નૈમેશભાઈ મણીલાલ પટેલ , હિમેશભાઈ મુકેશભાઈ પટેલ, બાબુભાઈ દેવકરણભાઈ પટેલ , બબુલભાઈ ઈશ્વરભાઈ પટેલ , વિરલભાઈ મુકેશભાઈ પટેલ તથા વિરાટભાઈ રોલેષભાઈ પટેલ ( તમામ રહે . ખણુસા ) તથા ૨૦ વધુના ટોળાં વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી .

જેથી પોલીસે બન્ને પક્ષોની ફરીયાદને આધારે આગળની તપાસ હાથ ધરી છે

(11:56 am IST)