ગુજરાત
News of Monday, 11th February 2019

સુરતનાં સંસદસભ્યને ઉત્સાહ ભારે પડી ગયોઃ ભરવો પડયો પાંચસો રૂપિયાનો દંડ

સુરત તા ૧૧ : સમાજલક્ષી કાર્યક્રમોમાં આવીને  ફોટો પડાવવાના  હેતુથી હાજર રહેનારા સંસદસભ્યોએ ચીવટ રાખવી પડે એવી ઘટના સુરતમાં  હમણાં જ બની. એપ્રિલમાં  તાપી સફાઇ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. સુરતના સંસદસભ્ય દર્શના જરદોશે આ કાર્યક્રમમાં આવીન  ેફોટોસેશન ર્પરતું JCB  ચલાવ્યું હતું. જે બીજા દિવસે સ્થાનિક ન્યુઝ પેપર અને લોકલ ન્યુઝ -ચેનલ પર પબ્લિશ થતા ં સુરતના ઇન્ડસ્ટ્રિયલિસ્ટ સંજય ઇઝવાએ  લાઇસન્સ વિના હેવી  વ્હીકલ  ચલાવવા બદલ  ફરિયાદ કરી હતી. સંજય ઇઝવાની ફરિયાદને શરૂઆતમાાં કોઇએ ધ્યાન પર નહોતી લીધી, પણ એ પછી તેમણે કોર્ટમાં ફરિયાદ કરતાં કોર્ટ દ્વારા એની તપાસ સુરત પોલીસનેે સોંપવામાં આવી હતી. પોલીસે એવો જવાબ ફાઇલ કર્યો હતો કે JCB ચલાવવામાં નથી આવ્યું પણ માત્ર ફોટોસેશન પૂરતું જ સંસદસભ્ય એમાં બેઠા હતાં. જોકે સુરત પોલીસને ખોટા પાડતા વિડીઓ કુટેજ લાવીને સંજય ઇઝીવાએ કોર્ટમાં રજુ કર્યા હતાં. જેમા દર્શના જરદોશ JCB  ચાલુ  કરતાં અને એને ચલાવતાં સ્પષ્ટ જોવા મળતાં હતાં.એ પછી શનિવારે દર્શના જોરદશને સુરતના પોલીસ-કમિશ્નર સતીશ વર્માએ રૂબરૂ  બોલાવીને વેહિકલ એકટ ૧૮૧ અંતર્ગત લાઇસન્સ  વિના JCB ચલાવવા બદલ પાંચસો રૂપિયાનો દંડ કરીને સુચના આપી હતી કે લાઇસન્સ વિના  હેવી વેહિકલ ચલાવવાની ઘટના બીજી વખત બનશે તો ધરપકડ  પણ કરવામાં આવી  શકે છે. પોલીસ-કમિશ્નર સતીશ વર્માએ કહયું હતું  કે '' સમાજના મોભીઓએ આવી બાબતમાં વધારે સજાગ રહેવું જોઇએ. (૩.૧)

(11:35 am IST)