ગુજરાત
News of Monday, 11th February 2019

સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણ સમાન શિક્ષાપત્રી જયંતી સુરત ગુરૂકુળમાં ઉજવણી

સુરત વેડ રોડ ગુરૂકુળ ખાતે સંતોની હાજરીમાં વસંત પંચમીના દિવસે શિક્ષાપત્રી જયંતી નિમિતે કાર્યક્રમો યોજાયેલ તે પ્રસંગની તસ્વીર

સુરત તા ૧૧ :  ગુજરાતમાં સોૈ પ્રથમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં '' ગુરૂકુલ'' શરૂ કરવાનો શુભ સંકલ્પ ભગવાનશ્રી સ્વામિનારાયણ ે સ્વહસ્ત  ેલખેલ  િ શક્ષાપત્રના આદેશમાંથી ઉદ્ભવ્યો હતો. તેેેમ  પ્રમુખ સ્વામી જણાવે છે કે ૧૯૪૮મા  ંસદગુરૂ શાસ્ત્રીજી મહારાજશ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ  સ્વજીવનમાં  અપનાવી રાજકોટમાં  ગુરૂકુલની સ્થાપના વસંત પંચમીના દિવસે કરેલ. તેથી ગુરૂકુલોમાં વિશેષ પણે આ દિવસ ઉજવાય છે.સુરત વડ રોડ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલમાં વસંત પંચમીના દિવસે યજ્ઞ તથા  પાલખી યાત્રા નીકળેલ. શિક્ષાપત્રીના સમુહ પાઠ, પૂજન, શિક્ષપત્રીનો અભિષેક તથા સમૂહ આરતી કરાયેલ , એ સાથે  શિક્ષાપત્રી સંવાદ તથા પુરાણી શ્રી ધર્મવલ્લભાદાસજી, શ્રી પ્રમુખ સ્વામી સત્સંગ લાભ આપેલ, સાંજે મહા આરતિ, સ્તુતિ પ્રાર્થના ને ે કીર્તન વગેરે થયા હતા. (૩.૩)

(11:34 am IST)