ગુજરાત
News of Monday, 11th February 2019

સુરતના ભટારમાં અપહૃત બાળકનો છુટકારો :અપહરણકર્તાની મહારાષ્ટ્રથી ધરપકડ

આરોપી ધાબા પર જમવા ગયો ત્યાં હોટલ માલિકને શંકા જતા બાળકના પિતાને જાણ કરતા આરોપી ઝડપાઇ ગયો

સુરતના ભટાર વિસ્તારમાં અપહરણ કરાયેલ આઠ વર્ષીય બાળકનું અપહરણ બાદ છૂટકારો થયો હતો. પોલીસે અપહરણકારોની મહારાષ્ટ્ર માંથી ધરપકડ કરી છે.

 અત્રે ઉલ્લેખનિય છે કે 7 તારીખે સુરતના ભટાર વિસ્તારમાંથી બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને બાઈક પર મહારાષ્ટ્ર નજીક લઈ જવામાં આવ્યો હતો.

 આરોપીઓ ઢાબા પર જમવા રોકાયા હતા જેના હોટલ માલિકને શંકા જતા બાળક પાસેથી તેના પિતાનો નંબર લઈ તેના પિતાને જાણ કરી હતી અને હોટલ માલિકે પોલીસ બોલાવી આરોપીઓને પોલીસના હવાલે કર્યા હતા.

બાળકનો કબજો મળતા પરિવારજનોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:01 am IST)