ગુજરાત
News of Monday, 11th February 2019

અંકલેશ્વરના નવા દિવા ગામે હત્યાનો આરોપી ફુવા ઝડપાયો

આરોપીના પત્નીને મૃતકની પત્ની આડા રસ્તે લઇ જતી હોવા બાબતે થયેલ ઝઘડો જીવલેણ બન્યો

અંકલેશ્વરના નવા દિવા ગામ પાસે ઝઘડામાં ફરિયાદીના ભાઇને તેના ફૂવાએ જ મારામારી થતા પાવડા વડે હુમલો કરાતા ફરીયાદીના ભાઇનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જોકે આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.જેને ગણત્રીના કલાકોમાં જ પોલીસે દબોચી તેના વિરૂધ કાર્યવાહી હાથ ધરી છે.

  પોલીસ તપાસમાં ફરિયાદીના પત્ની તેમજ આરોપીના પત્ની ફરાસખાનામાં સાથે કામ કરતા હતા.આરોપીના પત્નીને આડા રસ્તે લઈ જાય છે ના વહેમે બંન્ને વચ્ચે ઝધડો થયો હતો.હતો.જે મારામારીમાં આરોપીએ માથામાં પાવડો મારી ફરીયાદીના ભાઇનું મોતા નીપજાવ્યું હોવાની હકિકત બહારા આવી છે. હાલા તો પોલીસ દ્વારા વધુ તપાસ માટે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાઇ છે.

(11:49 pm IST)