ગુજરાત
News of Monday, 11th February 2019

અમદાવાદના દિલ્હી ચકલામાં લગ્ન પ્રસંગમાં બિરયાની અને દૂધીનો હલવો ખાદ્યા બાદ 200 લોકોની તબિયત લથડી

અમદાવાદના દિલ્હી ચકલા વિસ્તારના લાલા કાકા હોલમાં લગ્ન પ્રસંગમાં બિરયાની અને દૂધીનો હલવો આરોગ્યા બાદ અંદાજે 200 લોકોને ફૂડ પોઇઝન થયું છે. ભોજન આરોગ્યા બાદ એક પછી એક લોકોની તબિયત લથડતા તુરંત તમામને સારવાર આપવાની કામગીરી શરૂ કરાઇ. જેમાં મોટા ભાગના લોકોને નજીકમાં આવેલી વીએસ હોસ્પિટલમાં ખસેડાયા છે. જેમાં 45 દર્દીઓ હલીમની ખડકીના રહેવાસી છે. હાલમાં તમામને વીએસની ટ્રોમામાં ખસેડાયા છે.

(10:44 pm IST)