ગુજરાત
News of Monday, 11th February 2019

બનાસકાંઠાના છાપીમાં 108 એમ્બ્યુલન્સની ચોરી કરીને તસ્કરો ફરાર

પાર્ક કરાયેલ એમ્બ્યુલન્સની ચોરી કરીને જીપીએસ સિસ્ટમ બંધ કરી દીધી :સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

બનાસકાંઠાના છાપી ખાતે એમ્બ્યુલન્સ 108ની ચોરી થઈ છે. અજાણ્યા શખ્સે એમ્બ્યુલન્સને ચોરીને નાસી ગયા છે. છાપીના ડાયમંડ કોમ્પ્લેક્ષ ખાતે 108 ને પાર્કિંગ કરવામાં આવી હતા. અને ત્યાંથી તેની ચોરી થઈ છે. એમ્બ્યુલન્સની ચોરી કરનારા શખ્સોએ તેમાં લગાવેલી જીપીએસ સીસ્ટમ પણ બંધ કરી દીધી છે.

સમગ્ર મામલે 108ના કર્મચારીઓ અને અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જે બાદ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી. ચોરીની આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં અજાણ્યા શખ્સો ચોરેલી એમ્બ્યુલન્સને રિવર્સ લેતા જોવા મળી છે. અને તેની ચોરી કરીને નાસી જાય છે

(8:39 am IST)