ગુજરાત
News of Monday, 11th January 2021

MGએ લોન્ચ કરી નવી હેકટર ૨૦૨૧: કિંમત રૂ. ૧૨.૮૯ લાખથી શરૂ

ઇન્ટરનેટ એસયુવીનો નવો લુકઃ ૫ થી ૭ સીટરમાં ઉપલબ્ધઃ એન્જીન સ્ટાર્ટ એલાર્મ

(કેતનખત્રી)અમદાવાદઃ MG મોટર ઈન્ડિયાએ લોન્ચ કરી છે તદ્દન નવી હેકટર ૨૦૨૧ શ્રેણી, જે શરૂ થાય છે, રૂ. ૧૨.૮૯ લાખ થી. હેકટર ૨૦૨૧ હવે વધુ સુધારિત છે અને તેમાં છે આ સેગમેન્ટની સરખામણીએ નવી ખૂબીઓ, ડ્યુઅલ ટોન ઇકસ્ટીરિયર અને ઇન્ટીરિયર અને પસંદ કરવા માટે ઘણા બધા વિકલ્પો. આ નવી ઇન્ટરનેટ SUV નો લુક નવી બોલ્ડ થર્મોપ્રેસ્ડ ફ્રંટ ક્રોમ ગ્રિલ, લકઝુરિયસ શેમ્પેન અને બ્લેક ડ્યુઅલ ટોન થીમવાળું ઇન્ટીરિયર, ૧૮-ઇંચ સ્ટાયલીશ ડ્યુઅલ ટોન એલોય, પ્રથમ વાર હિંગ્લિશ વોઇસ કમાન્ડ સાથે સુધારિત i-SMART અને બીજા અનેક ફીચર્સ સાથે અલગ તારી આવે છે તથા આ ખૂબીઓ એની સ્ટાઇલમાં વધારો કરે છે. હેકટર ૨૦૨૧ શ્રેણીના ભાગ રૂપે, આ સેગમેન્ટની આ અગ્રણી કાર હવે તેના નવા ૭-સીટર અવતારમાં તેમ જ ૫ અને ૬-સીટર વિકલ્પોમાં ઉપલબ્ધ છે.

ઓટો-ટેક સ્પેસમાં અગ્રણી સ્થાન બનાવી રાખવાની MG ની વચનબદ્ઘતાને અનુરૂપ રહી હેકટર ૨૦૨૧ દ્વારા હિંગ્લિશ વોઇસ કમાન્ડ સાથે અપગ્રેડેડ i-SMART રજૂ કરવામાં આવેલ છે. MG હેકટર ૨૦૨૧ એન્જિન સ્ટાર્ટ અલાર્મ અને ક્રિટિકલ ટાયર પ્રેશર માટે ઇન-કાર વોઇસથી સુસજ્જ છે.

 આ લોન્ચ અંગે વાત કરતાં MG   મોટર ઇન્ડિયાના પ્રેસિડેંટ અને મેનેજિંગ ડાઇરેકટર, શ્રી રાજીવ છાબાએ કહ્યું,  MGમાં અમારા ગ્રાહકોની કલ્પનાને સાકાર કરવાનો પ્રયત્ન અમે નિરંતર કરતાં હોઈએ છીએ. ગ્રાહકો અને ઓટોમોટિવ નિષ્ણાતોના પ્રતિસાદને અનુલક્ષીને ફેરફારો કરીને અમે હેકટર ૨૦૨૧ બનાવી છે.

(3:44 pm IST)