ગુજરાત
News of Monday, 11th January 2021

ઓરી ગામના આશ્રમ ખાતે નર્મદા પરિક્રમવાસીઓને અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન દ્વારા ભોજન પીરસાયું

(ભરત શાહ દ્વારા)  રાજપીપળાની શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન દ્વારા અવાર નવાર સેવાકાર્યો થતા રહે છે એ પૈકી નાંદોદ તાલુકાના ઓરી ગામમાં આવેલા મહાદેવના મંદિરના આશ્રમમાં 15 જેટલા નર્મદા પરિક્રમાવાસીઓને ભોજન પીરસી તમામ પરિક્રમવાસીઓ માટે 10 નંગ ધાબડા તેમજ બે મહિના જેટલું અનાજ, તેલનો ડબ્બો તથા સ્વેટર નંગ 10 આપવામાં આવ્યા હતા.આ સેવાકાર્યમાં અન્નપૂર્ણા ફાઉન્ડેશનના કલ્પેશભાઈ મહાજન રાકેશ ભાઈ પંચોલી કલ્પેશ ભાઈ ચૌહાણ નમિતાબેન મકવાણા કમલેશભાઈ ચૌહાણ સહિતનાઓ હાજર રહ્યા હતા.

(10:25 pm IST)