ગુજરાત
News of Saturday, 11th January 2020

અમદાવાદના હાથીજણ રોડ પર ફાર્માસ્યુટિકલ કંપનીમાં ભીષણ આગ : દીવાલ પડતા પાંચ લોકો દટાયા :ફાયર વિભાગ પહોંચ્યું

ઘાયલોને તુરંત એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા

 

અમદાવાદના હાથીજણ રોડ પર એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં આગનો બનાવ બન્યો છે. બનાવમાં દિવાલ પડી જતા પાંચ જેટલા લોકો દબાઇ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ઘાયલોને તુરંત એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

(10:52 pm IST)