ગુજરાત
News of Saturday, 11th January 2020

વિશ્વની સામે કોઈ પણ સમસ્યા હશે તેનું સમાધાન ભારતના યુવાનો પાસે હશે : અમિતભાઇ શાહ

જીટીયુનો પદવીદાન સમારોહમાં 61 હજાર વિદ્યાર્થીઓને પદવી એનાયત : 173 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ

અમદાવાદ : ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો 9મો પદવીદાન સમારંભ યોજાયો હતો  ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાયેલ પદવીદાન  સમારંભમાં 61 હજાર વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવ્યા હતા  જેમાં 173 વિદ્યાર્થીઓને ગોલ્ડ એનાયત જ્યારે 39 વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી આપવામાં આવી હતી  સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ કરનારને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા. હતા

 આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યાં હતા .

    આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ  શાહે દિક્ષાન્ત પ્રવચન આપતા સ્વામી વિવેકાનંદની જન્મજ્યંતિને યાદ કરી તેમના જીવનચરિત્રને ઉતારવાનો પ્રયાસ કરજો તેવી અપીલ કરી હતી.

 આ ઉપરાંત ગૃહ મંત્રીએ યુથ પાવર વિશે વાત કરતાં કહ્યું કે વિશ્વની સામે કોઈ પણ સમસ્યા હશે તેનું સમાધાન ભારતના યુવાનો પાસે હશે. અમિતભાઈ  શાહે પીએમ મોદી દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે તે વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત જીટીયૂની ઉપલબ્ધિ અંગે પણ વાત કરી વિક્રમ સારાભાઈને યાદ કર્યા હતા 

(9:05 pm IST)