ગુજરાત
News of Saturday, 11th January 2020

વાપીની 10 કરોડની લૂંટ મામલે પોલીસ તપાસનો ધમધમાટ : ધનોલીમાંથી બિનવારસી કાર જપ્ત કરી

આ કારનો ઉપયોગ લૂંટમાં થયો હોવાની પોલીસને શંકા

વાપીના કરોડો રૂપિયાના લૂંટ પ્રકરણ બાદ તપાસના ધમધમાટમાં ધનોલી ગામેથી એક બિનવારસી કાર મળી આવી છે. આ કારનો ઉપયોગ લૂંટમાં થયો હોવાની આશંકા સેવાઇ રહી છે. નોંધનીય છેકે વાપીના ડુંગરા સ્થિત ઇન્ડિયા ઇન્ફોલાઇનમાં 10 કરોડથી વધુની લૂંટની ઘટના બાદ 3 દિવસ પછી કાર મળી આવી છે જેથી પોલીસે આ કારની તપાસ શરૂ કરી છે. જોકે પોલીસને દ્રઢ આશંકા છે કે આ કારનો ઉપયોગ લૂંટમાં થયો હોવો જોઇએ

(7:56 pm IST)