ગુજરાત
News of Saturday, 11th January 2020

નર્મદા જિલ્લામાં 31મા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીની શરૂઆતે જાગૃતિ રેલી નીકળી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આજથી નર્મદા જિલ્લામાં 31માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીની શરૂઆત થઈ હોય ત્યારે જિલ્લામાં લોકો ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃત થાય તે માટે પોલીસ દ્વારા જિલ્લામાં આખા સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

જે સંદર્ભે શનિવારે રાજપીપળા ખાતે એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી નર્મદા જિલ્લા પોલીસ આધિક્ષક હિમકર સિંહ ના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર,ટાઉન પી આઈ આર.એન.રાઠવા,એ.આર ટી ઓ કે.એમ.ખપેટ,વી.ડી. અસાલ, PSI આર.પી.ભરવાડ, ટ્રાફિક PSI કે.એલ ગલચર સહિત એ.આર.ટી.ઓ સ્ટાફ,નિર્ભયા ટિમ,સાથે શાળાના બાળકો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

આજની રેલી સૂર્ય દરવાજાથી નીકળી રાજપીપળાના મુખ્ય માર્ગો ઉપર ફરી ગાર્ડનમાં પૂર્ણ થઈ હતી રેલીમાં માર્ગ સલામતી માટે પ્લે કાર્ડસ સહિત બાળકો દ્વારા સલામતી માટે સૂત્રોચ્ચાર કરાયા હતા ગાર્ડન માં ARTO તેમજ ડી.વાય.એસપી.રાજેશ પરમાર દ્વારા બાળકોને ટ્રાફિક અંગે જરૂરી માર્ગદર્શન આપાયું હતું.

 નર્મદામાં એક વર્ષમાં ૯૮ જેવા લોકો અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે.જિલ્લામાં અકસ્માતમાં મૃત્યુ પામનારની સંખ્યા ઘટે તે દિશામાં પ્રયાસો ખૂબ જરૂરી હોય ટાઉન પીઆઇ આર.એન.રાઠવા દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહના પ્રથમ દિવસેજ જાહેરનામુ બહાર પાડવા તજ વીજ હાથ ધરાઈ હતી.જેમાં સવારે ૬ વાગ્યા થી રાત્રે ૧૦:૩૦ વાગ્યા સુધી રેતી સહિતના કોઈ પણ ભારે વાહનો રાજપીપળા શહેરમાં પ્રવેશી ન શકશે.જેમાં ભારે વાહનો નજીકના વિરપોર ખામર બાયપાસ પસાર થશે. જ્યારે રાજપીપળા શહેરના વેપારીઓના માલવાહક વાહનો સવારે ૬ વાગ્યા થી ૯ વાગ્યા સુધી અને બપોરે ૨ વાગ્યા થી ૪ વાગ્યા સુધી પ્રવેશ કરી શકશે. જોકે પોલીસ ના આ જાહેરનામા થી અકસ્માતોમાં મોટો ઘટાડો થશે એ વાત ચોક્કસ છે.

(7:12 pm IST)