વ્યારા-સોનગઢ હાઇવે પર પાર્ક કરેલ ટ્રક અચાનક ચાલવા માંડતા 3 બાઈક હડફેટે આવી
વ્યારા:શહેરથી સોનગઢ જતા સોનગઢ ટેકરા પર ટ્રક પાર્ક કરી ચાલક બિરયાની ખાવા જતા અચાનક ટ્રકનો ગિયર ન્યુટ્રલ થતા ટ્રક ચાલવા માંડી હતી. સર્વિસ રોડ પર સાઈડ પર પાર્ક કરેલ ત્રણ બાઈકને કચડી સુરત- ધૂલીયા બસને અડફટે લેતા કન્ડક્ટર સહિત ૨૦ જેટલા લોકોને ઈજા કરી ટ્રક ગટરની નાળી પર ચઢી ગઈ હતી. મોટી જાનહાનિ થતા રહી ગઈ.
સૂત્રો તથા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ, ગુરૂવારે સવારે ૧૧.૩૦ કલાકે વ્યારાથી સોનગઢ નગરમાં જતા રસ્તે ટેકરી પર બંધ બોડીની ટ્રાન્સપોર્ટની ટ્રક ( નં. એચઆર-૫૫ - આર-૬૨૩૭) ને પાર્ક કરી ચાલક નજીકના સ્ટોલ પર બિરયાની ખાવા ગયો હતો. દરમ્યાન ઉભેલી ટ્રકનો ગિયર ન્યુટ્રલ થતા અચાનક સર્વિસ રોડ પર ટ્રક ઉતરી ચાલવા માંડી હતી. જે દરમિયાન રોડની સાઈડે પાર્ક કરેલ એક એકટીવા તથા બે બાઈકને કચ્ચરઘાણ કરી ધસમસતી આગળ વધી હતી.