ગુજરાત
News of Thursday, 11th January 2018

તસ્કરોથી ત્રસ્ત મગદલ્લાવાસીઓએ ખુદ સુરક્ષાની જવાબદારી લીધી:રસ્તાઓ પર સિક્યુરીટી ગાર્ડ્સ તૈનાત કર્યા

ગામમાં રાત્રે 11 વાગ્યા બાદ પ્રવેશનારને ઓળખકાર્ડ બતાવવા પડશે :ગાર્ડ વાહન નંબર નોંધે છે

સુરત ;સુરતના મગદલ્લાવાસીઓ તસ્કરોના ત્રાસથી કંટાળીને પોતાના વિસ્તારની સુરક્ષાની જવાબદારી સંભાળે છે પોલીસના ભરોસે બેસી રહેવાને બદલે નગરજનોએ પહેરો ભરવાનું શરૂ કરી દીધું છે તસ્કરોથી ત્રાહિમામ મગદલ્લાવાસીઓએ નવો રસ્તો શોધી કાઢીને પોતાના વિસ્તારની સુરક્ષાની જવાબદારી હવે પોતાના માથે લઈ લીધી છે.

  માટે ગ્રામજનોએ ગામના તમામ રસ્તાઓ પર 10 જેટલાં સિક્યુરીટી ગાર્ડ્સ તૈનાત કર્યા છે ગામમાં રાત્રે 11 વાગ્યા બાદ પ્રવેશ કરનારએ  પોતાના ઓળખકાર્ડ સિક્યુરીટી ગાર્ડ્સને બતાવવા પડે છે. ગાર્ડસ અહીંથી પસાર થતાં દરેક વાહનોની વિગતો પણ  નોંધે છે.
  
અત્રે ઉલ્લેખનીય છે કે ગામમાં બે વાર ચોરોએ 9 કારને નિશાની બનાવી હતી. જેમાં કારના કાચ તોડી અંદર રહેલી મ્યુઝિક સિસ્ટમની પણ ચોરી કરી ગયા હતા ચોરોના ચહેરા સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવા છતા પણ પોલીસની નિષ્ક્રિય બની રહેતા,સ્થાનિકોએ જાતે પોતાના જાનમાલની સુરક્ષા કરી રહ્યાં છે.

(12:09 pm IST)