ગુજરાત
News of Tuesday, 10th December 2019

અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પરથી પોલીસે જપ્ત કરેલ 1.21 કરોડના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી નખાયું

બનાસકાઠામાં અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પરથી પોલીસે 1.21 કરોડનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો અને આ  દારૂ પર બુલ્ડોઝર ફેરવી તેનો નાશ કરી નાખ્યો છે.

 અત્રે ઉલ્લેખનિય છે કે અમીરગઢ રાજસ્થાનની સરહદે આવેલ છે. અને આ વિસ્તારને અતિ સંવેદનશીલ ગણવામાં આવે છે. બનાસકાંઠાના અમીરગઢ ખાતે આવેલ ગુજરાત રાજસ્થાન સરહદ ધરાવનાર અને અતિ સંવેદનશીલ ગણાતી પોલીસ ચેકપોસ્ટ પરથી પકડાયેલ પરપ્રાંતીય વિદેશી દારૂ નો બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો

   અમીરગઢ ખાતે વર્ષ 2018-19 દરમિયાન અલગ અલગ ગુનામાં પકડાયેલ 82 ગુનાઓમાં પકડાયેલ વિદેશી દારૂ બોટલ નંગ 37676 કિંમત રૂપિયા 1, 21, 84300 ના મુદ્દામાલ ડમ્પર મારફતે જૂની સેલટેક્સ ઓફિસ પાસે લાવી દાંતા એસ ડી એમ કુસુમબેન પ્રજાપતિ, નસા બંધી અને આપકારી અધિકારી એસજી મોદી તથા ડી વાય એસપી પી એચ ચૌધરી ની હાજરીમાં જે સી બી અને બુલડોઝર ફેરવી નાસ કરવામાં આવેલ છે.

 

 

(11:41 pm IST)