ગુજરાત
News of Tuesday, 10th December 2019

હરિયાણા અને રાજસ્થાનમાં બે હત્યા કરી ફરાર આરોપી સુરતમાં કાર વેચવા આવતા ઝડપાયો

કાર ગેરજ માલિકને શંકા જતા પોલીસ ને જાણ કરતા આખો મામલો બહાર આવ્યો

 

સુરત : હરિયાણા અને રાજસ્થાનમાં બે હત્યા કરી ફરાર આરોપી સુરતમાં ઇનોવા કાર વેચાવા માટે આવતા કાર ગેરજ માલિકને શંકા જતા પોલીસને જાણ કરતા આખો મામલો બહાર આવ્યો હતો અને પોલીસે પૂછપરછ કરતા બે હત્યા કરી હોવાની કબૂલાત કરતા હરિયાણા પોલીસે અને રાજસ્થાન પોલીસ તાત્કાલિક સુરત દોડી આવી હતી. હાલમાં આરોપીનો કબ્જે હરિયાણા પોલીસે મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

  હરિયાણામાં થોડા દિવસ અગાઉ એક 23 વર્ષીય યુવતીની ગોળી મારી હત્યા કરાયેલી લાશ મળી હતી. જેમાં હરિયાણા ત્યાર બાદ ત્રીજા દિવસે રાજસ્થનામાં એક ટેક્સી ડ્રાઈવરની પણ હત્યા કરવામાં આવી હતી. જેથી છેલ્લા 10 દિવસથી હરિયાણા પોલીસ આરોપીને પકડવા સતત દોડી રહી હતી ત્યારે ગઈ કાલે સરથાણા વિસ્તારમાં એક બોડી બિલ્ડર ઈસમ નવી ઇનોવા કાર દિલ્લી પાસીંગની લઈ વેચવા માટે આવ્યો હતો. જે કાર 17 લાખની કિંમતની હોય તે કાર 9 લાખમાં કાર વેચવા માટે તૈયાર થતા ગેરેજ માલિકને શંકા ઉપજતા તેણે તાત્કાલિક સરથાણા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.જેથી તાત્કાલિક પોલીસે ઘટના સ્થળે પહોંચી ઇસમની અટકાયત કરી અને સઘન પૂછપરછ કરતા આખો મામલો બહાર આવ્યો હતો.

યુવકનું નામ હેમંત લાંબા જે મૂળ દિલ્લીનો રહેવાસી અનેં જીમ ચલાવે છે જેણે પોતાની ગલફ્રેન્ડ સાથે કોઈ બબાલ થતા દિલ્લીમાં તેની ગલફ્રેન્ડની હત્યા કરી તેની બોડી હરિયાણામાં નાખી દીધી હતી. બાદમાં ત્યાંથી આરોપી યુવતીના ફોનથી એક કેબ ટેક્સી પર એક કાર બુક કરાવીને જે કારમાં તે રાજસ્થાનથી આવી રહ્યો હતો ત્યારે તેને શક ગયો કે પોલીસ ટેક્ષીના આધારે તેની ધરપકડ કરી લેશે. જેથી ઝનૂની મગજ ધરાવતા હેમંતે ટેક્સી ડ્રાઈવરની પણ હત્યા કરી ઇનોવા કાર લઈને ફરાર થઇ ગયો હતો.

જયારે તે સુરતમાં કાર વેચવા માટે આવતા આખો મામલો બહાર આવ્યો હતો. જેથી તાત્કાલિક સરથાણા પોલીસે હેમંતની અટકાયત કરી વધુ તપાસ હાથધરી હરિયાણા પોલીસને જાણ કરી હતી. હરિયાણા પોલીસ તાત્કાલિક સુરત આવી પહોંચી અને બાદમાં રાજસ્થાન પોલીસની ટિમ પણ દોડી આવી હતી. સુરત હાલમાં તો સુરત પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી હરિયાણા પોલીસને સોંપવા માટેની કાર્યવાહી હાથધરી છે.

(11:31 pm IST)