ગુજરાત
News of Tuesday, 10th December 2019

વડોદરામાં હિટ એન્ડ રન :રોડ પર કામ કરતા શ્રમજીવી પરિવારના ત્રણ લોકોને અડફેટે લઇ ગાડી ચાલક ફરાર

પુરપાટ ઝડપે આવી બે મજુર અને બાળકી સહિત ત્રણ લોકોને ટક્કર મારી

અમદાવાદ : વડોદરાની પોલીટેક્નિક કોલેજ પાસે હીટ એન્ડ રનની ઘટના બની છે. પુરઝડપે આવેલી ગાડીએ એક જ પરિવારનાં 3 લોકોને અડફેટે લઇ ફરાર થયો છે

 આ અંગે મળતી વિગત મુજબ વડોદરાની પોલિટેક્નિક કોલેજ પાસે પુર ઝડપે આવી રહેલી એક ગાડીએ એક જ પરિવારનાં 3 લોકોને અડફેટે લીધા હતા. રોડના ડિવાઇડર પર કામ કરી રહેલા શ્રમજીવીઓને અડફેટે લીધા હતા. બે મજુર અને બાળકી સહિત ત્રણ લોકોને ટક્કર મારી  કાર ચાલક કાર સહિત ફરાર થઇ ગયો હતો. 
   તમામ ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા. ઇજાગ્રસ્ત પૈકી એકની હાલત હાલ નાજુક છે. ફતેગંજ પોલીસે તપાસ હાથ ધરી છે. ફરાર થયેલા આરોપીને પોલીસે ઝડપવા માટે ચક્રોગતિમાન કર્યા છે. આસપાસનાં સીસીટીવી કબ્જે લઇને પોલીસે તપાસ આદરી છે

(10:31 pm IST)