ગુજરાત
News of Tuesday, 10th December 2019

HDFC દ્વારા સ્ટોરકીંગ સાથે મહત્વપૂર્ણ સમજૂતિ

કોર્પોરેટ બીસી રિલેશનશીપ માટે પગલું

અમદાવાદ, તા. ૧૦ : એચડીએફસી બેંકે આજ તેની વિવિધ બ્રાન્ડઝને ભારતનાં નાનાં શહેરો તથા ગ્રામ વિસ્તારો સાથે જોડતા ડીસ્ટ્રીબ્યુશન પ્લેટફોર્મ સ્ટોરકીંગ સાથે અગત્યના સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે. સ્ટોરકીંગ એચડીએફસી બેંકના કોર્પોરેટ બિઝનેસ કરોસપોન્ડન્ટ તરીકે કામ કરશે અને બેંકને સ્ટોરકીંગના નેટવર્કનો ઉપયોગ કરવા મંજૂરી આપશે. સ્ટોરકીંગ એ બેંગલોર સ્થિત સ્ટાર્ટ-અપ છે કે જે ત્રીજા વર્ગથી માંડીને છઠ્ઠા વર્ગનાં શહેરોના ઈન- સ્ટોર કસ્ટમર્સને તેની એપ્લીકેશન્સ અને વેબસાઈટસ મારફતે ઓર્ડર્સ વડે વધુ પ્રોડકટસ અને સર્વિસીસ વેચવાનુ શક્ય બનાવે છે, તે ફૂલફીલમેન્ટ સેન્ટરનુ સંચાલન કરીને એન્ડ-ટુ-એન્ડ લોજીસ્ટીક્સ હાથ ધરે છે, જેમાં ૧૦ રાજ્યોનાં ૨૮૦૦ નાનાં શહેરોમાં ડિલીવરીનો સમાવેશ થાય છે.

                   તે ભારત- ઈન્ડીયાની અલગતા જોડીને એચડીએફસી બેંકને માટે ગ્રામ્ય વિસ્તારોના ઉંડાણવાળા પ્રદેશોમાં તેની પ્રોડકટસ અને સર્વિસીસની સંપૂર્ણ રેન્જ પહોંચાડવાનુ શકય બનાવશે. મુંબઈમાં યોજાયેલા એક સમારંભમાં આ સમજૂતીના કરાર ઉપર સ્ટોરકીંગના સહ-સ્થાપક અને સીઈઓ શ્રીધર ગુન્ડઈયા અને એચડીએફસી બેંકનાં કન્ટ્રી હેડ, જીઆઈબી, સીએસસી, ઈ-કોમર્સ અને સ્ટાર્ટ- અપ્સ, સ્મિતા ભગતે હસ્તાક્ષર કર્યા હતા. એચડીએફસી બેંકનાં કન્ટ્રી હેડ, જીઆઈબી, સીએસસી, ઈ-કોમર્સ અને સ્ટાર્ટ-અપ્સ, સ્મિતા ભગતે આ પ્રસંગે જણાવ્યું હતું કે, સ્ટોરકીંગ સાથેની અમારી ભાગીદારી, અમારી બેંકીંગ પ્રોડકટસ અને સર્વિસીસને દેશના અત્યંત દૂર દૂરના વિસ્તારોમાં લઈ જવાનુ અમારા માટે શક્ય બનાવશે. તેમનુ નેટવર્ક એચડીએફસી બેંકની શાખાઓ જેવું જ કામ કરશે અને અમને બેંક વગરના વિસ્તારોમાં અમારી પ્રોડકટસ લઈ જવાની ક્ષમતા અને પહોંચ પૂરી પાડશે. અમે ભારત -ઈન્ડીયા વચ્ચેનો ભેદ દૂર કરીને વધુને વધુ લોકોને અમારા સુઆયોજીત બેંકીંગમાં લઈ આવશે અને અમારી તમામ પ્રોડકટસ અને સર્વિસીસનો સમગ્ર ગુચ્છ નાનાં શહેર અને ગામોમાં ઓફર કરશે.

              સ્ટોરકીંગના સહ-સ્થાપક અને સીઈઓ શ્રીધર ગુન્ડઈયાએ જણાવ્યું કે, અમે એચડીએફસી બેંક સાથેની ભાગીદારીથી રોમાંચિત અને ઉત્સાહિત છીએ અને તેમની મદદથી અમે ગ્રામ્ય ભારતની નાણાંકીય સમાવેશીતાનુ સરળીકરણ કરીશું. સ્ટોરકીંગ ખાતે અમારૂ મિશન ગ્રામ્ય ઉદ્યોગસાહસિકતાને અપગ્રેડ કરવા અને તેમની પ્રોડકટસ અને ડીજીટલ સર્વિસીસની મજલને સરળ બનાવવા આશાવાદી છીએ. હવે સમજૂતિના આ કરાર થતાં એચડીએફસી બેંક સાથે આ કરાર થતાં રૂરલ કીરાણાને શક્તિમાન બનાવી ભારતીય બેંકીંગ વ્યવસ્થામાં મહત્વનું ડીજીટલ ટચ પોઈન્ટ બનાવશું અને બ્રાન્ચલેસ બેંકીંગના વિચારને સાકાર કરીશું.

(9:47 pm IST)