ગુજરાત
News of Tuesday, 10th December 2019

હવે દૂધ પણ મોંઘુ : સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં લીટરે બે રૂપિયાનો વધારો કરાયો

પશુદાણના ભાવમાં 140 રૂપિયાનો વધારો થતા દૂધના ભાવો વધારવા પડ્યા હોવાનો ખુલાસો

અમદાવાદ : સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં લીટરે બે રૂપિયાનો વધારો કરાયો છે પશુદાણના ભાવમાં 140 રૂપિયાનો વધારો થતા દૂધના ભાવો વધારવામાં આવ્યા હોવાનું જણાવાયું છે સુમુલ અને અમૂલ હવે સાથે જ સંકળાયેલી ડેરીઓ છે. જેના કારણે નજીકના સમયમાં અમુલ દૂધના ભાવો વધવાની શક્યતા છે

       ઘાસચારાની અછત અને પશુ દાણમાં ભાવ વધારો થવાના કારણે દૂધના ભાવમાં વધારો કર્યો છે. સુમુલ ડેરીએ દૂધ ઉત્પાદકોના ભાવમાં વધારો જાહેર કરવાથી પશુપાલકોને થોડી રાહત મળશે. પરંતુ દરરોજ દૂધ ખરીદતા ગ્રાહકોને નુકશાન થશે સુમુલ ડેરીએ ડેરીને સંલગ્ન સહકારી મંડળીઓને જાણ કરી છે કે આવતીકાલથી ડેરી ભેસના દૂધમાં પ્રતિકિલો 5.00 રૂપિયાનો વધારો જાહેર કરે છે જ્યારે ગાયના દૂધમાં પ્રતિ કિલો 10 રૂપિયા સુધીનો વધારો જાહેર કરે છે. ડેરીએ નવા ભાવ વધારાનું પત્રક પણ મંડળીઓનો મોકલી આપ્યું છે.

       આ અંગે અમુલના એમ ડી આર એસ સોઢીએ જણાવ્યું હતું કે સુમુલ ડેરીએ દૂધમાં ભાવ વધારો કર્યો છે એ બાબત મારી જાણમાં છે અમુલ પણ ભાવ વધારો જાહેર કરશે કે કેમ એ બાબતે તેમને હમણાં ભાવ વધારા બાબતે નિર્ણય નથી લેવાયો એમ જણાવ્યું હતું

(8:11 pm IST)