ગુજરાત
News of Tuesday, 10th December 2019

સુરત: ક્રિકેટ રમતી વખતે અમદાવાદની બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજરનું મોત

સુરત: ઈચ્છાપોરમા ગઈકાલે બપોરે ક્રિકેટ રમતી વખતે અમદાવાદની બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજરની તબિયત લથડતા મોત થયુ હતું.નવી સીવીલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ રાજકોટમાં શ્યામલ વાતકા કોમ્પલેક્ષમા રહેતા અને હાલમાં અમદાવાદમાં રહેતા ૫૬ વર્ષીય મુકેશભાઈ વાડીલાલ પટેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અમદાવાદ ખાતે હેડ ઓફિસમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.ગઈ તા.7 મીએ તેઓ સુરત ખાતે બેન્કની પ્રિ રીવ્યુ મીટીંગમાં આવ્યા હતા. આ મિટિંગમાં રાજ્યના 50 થી 60 અધિકારીઓમાં બેંકના જનરલ મેનેજર, ડેપ્યુટી જનરલ મેનેજર, આસિસ્ટન્ટ જનરલ મેનેજર અને ચીફ મેનેજર સહિતના અધિકારીઓ હતા. રવિવારે ઇચ્છાપોર ખાતે દેવ વિલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ હતું.  ગઈકાલે બપોરે મુકેશભાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ફિલ્ડીંગ ભરતા હતા. ત્યારે અચાનક તેમની તબિયત લથડતા ઢળી પડયા હતા.  તાકીદે સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલ બાદ નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તે મૂળ વડોદરાના વતની હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. આ અંગે ઈચ્છાપોર પોલીસ તપાસ હાથ ધરી છે.

(5:01 pm IST)