ગુજરાત
News of Tuesday, 10th December 2019

કાપડના વેપારીના પુત્રનું અપહરણ કરી પોણા લાખની ચેનની લૂંટ : પોલીસમાં જાણ કરે તો જાનથી મારી નાખવાની ધમકી

સુરત: શહેરના સીટીલાઇટ વિસ્તારના કાપડ વ્યાપારીના પુત્રનું તેના ઘર નજીકથી પરિચીત યુવાને મોપેડ પર અપહરણ કરી અલથાણ વિસ્તારના શોપીંગ કોમ્પ્લેક્ષના પાકગમાં લઇ જઇ રૃા. 75 હજારની સોનાની ચેઇન લુંટી લઇ યુવાન અને તેના પિતાને મોબાઇલ ફોન પર જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ ઉમરા પોલીસ મથકમાં નોંધાય છે.સીટીલાઇટ રોડ અગ્રેસન ભવન નજીક ગીરઘર સ્વીટ હાઉસમાં રહેતા કાપડ વ્યાપારીનો પુત્ર રિતીક નવીન વર્મા (ઉ.વ. 19 મૂળ રહે. સુજ્જનગઢ, નયા વાસ, સુજાનગઢ, રાજસ્થાન) ગત રોજ બપોરના અરસામાં ઘર નજીક સૂર્યપ્રકાશ રેસીડેન્સીની બાજુમાં આવેલા પાનના ગલ્લા પાસે ઉભો હતો ત્યારે તેનો પરિચીત કરણ ઉર્ફે સચુ રામ અવતાર નામનો યુવાન આવ્યો હતો. નંબર પ્લેટ વિનાના લાલ કલરના મોપેડ પર આવેલો કરણ રિતીકને જબરજસ્તી મોપેડની પાછળ બેસાડી અલથાણ ડી-માર્ટ નજીક આન્ય બિઝનેશ સેન્ટરની પાછળ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફલોરના પાકગમાં લઇ ગયો હતો. જયાં રિતીકને જાનથી મારી નાંખવાની ધમકી આપી તેની પાસેથી સોનાની ચેઇન કિંમત રૃા. 75 હજારની લુંટી લીધી હતી. જેની જાણ રિતીકે તેના પિતાને કરતા સોનાની ચેઇન પરત આપવા જણાવ્યું હતું. પરંતુ અગાઉ ખટોદરા પોલીસ મથકમાં ચેઇન સ્નેચીંગના ગુનામાં જેલના સળિયા ગણી ચુકેલા કરણ ઉર્ફે સચુએ ચેઇન નથી આપવાનો તમારાથી જે થાય તે કરી લેજો એવી ધમકી આપતો મેસેજ કરતા આ અંગે રિતીકે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:01 pm IST)