ગુજરાત
News of Tuesday, 10th December 2019

ચોરીનો ખોટો આરોપ મુકતા અમદાવાદમાં જમાઈએ કર્યો સાસુ પર ચાકુથી હુમલો

અમદાવાદ: વસ્ત્રાપુરમાં  જમાઇએ સાસુ પર ચાકુથી હુમલો કર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસ તપાસમાં સાસુએ જમાઇ પર રૂ. ૧૦,૦૦૦ની ચોરીનો આક્ષેપ કરતાં જમાઇએ કૃત્ય આચર્યું હતું. વસ્ત્રાપુર પોલસે ગુનો નોધી ફરાર જમાઇને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.કેસની વિગત એવી છે કે વસ્ત્રાપુર લાડ સોસાયટી પાસે તળાવની સામે આવેલા  કપિધ્વજ એવન્યું ખાતે રહેતા અને ટીફીન બનાવીને ઓફિસોમાં મોકલતા મંજુલાબહેન વલ્લભભાઇ સેરઠીયા (પટેલ)વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં રાજકોટના વતની પોતાના જમાઇ  વિપુલભાઇ નાનાભાઇ મોડિયા સામે ફરિયાદ નોંધાવી છે કે જમાઇ દારૃ પીવાની ટેવ વાળા હોવાથી પોતાની દિકરી સાથે અવાર નવાર તકરાર કરતા હતા. ચાર દિવસ પહેલા જમાઇએ ફરિયાદીના પર્સમાંથી રૃા. ૧૦,૦૦૦ની ચોરી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.ગઇકાલે બપોરે જમાઇ ઘરે આવતાં ફરિયાદીએ રૃપિયા લીધા હતા તે પાછા આપવાની વાત કરતાં જમાઇએ રૃપિયા લીધા હોવાનો ઇન્કાર કર્યો હતોઅને હવે મારે તમારી સાથે રહેવુ  નથી તેમ કહીને તકરાર કરી હતી ત્યારબાદ ફરિયાદી રસોડામાં રસોઈ બનાવતા હતા ત્યાં પાછળથી આવીને જમાઇ સાસુ પર ચાકુથી હુમલો કર્યો હતો. સાસુએ પ્રતિકાર કરીને ઝપાઝપા ચાલતી હતી સમયે દિકરી આવી જતાં પતિ પાસેથી ચાકુ પડાવી લીધુ હતું  આરોપી જાનથી મારી નાંખવાની ધમકી આપીને જતો રહ્યો હતો. હાથમાં ચાકુ વાગવાથી ફરિયાદીને સિવિલમાં સારવાર કરાવવામાં આવી હતી. બનાવ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

(4:57 pm IST)